loader

Breaking News


Home > Gujarat > હિંદુત્વના માર્ગે વળવા બદલ કોંગ્રેસને જનસંઘના અભિનંદન


Foto

હિંદુત્વના માર્ગે વળવા બદલ કોંગ્રેસને જનસંઘના અભિનંદન

Jan. 11, 2018, 9:56 a.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : હિંદુત્વના નામે હિંદુ સમાજને ગુમરાહ કરતાં ભાજપ પ્રત્યે હવે હિંદુ સમાજને વિશ્વાસ રહ્યો નથી. તેવા સંજાગોમાં દેશની મોટી પાર્ટી કોંગ્રેસ હિંદુત્વ તરફ આગળ વધી રહી છે તે આનંદની વાત છે. રામના નામે સત્તા ઉપર આવી રામને ભૂલી જનાર સત્તા ભૂખ્યા ભાજપને આ એક મોટી લપડાક છે. આ અગાઉ રાજીવ ગાંધીએ અયોધ્યામાં રામમંદિરના તાળાં ખોલ્યા હતાં. કોંગ્રેસ જે આ કાર્ય કરી રહી છે તે પહેલાં કરવાની જરૂર હતી પરંતુ જાગ્યા ત્યાંથી સવાર. આ અગાઉ ઈન્દિરા ગાંધીએ એક દિવસ બલરાજ મધોકની રાત્રે ૧૨ વાગે તેમના ઘરે મુલાકાત કરી હતી ત્યારે બલરાજ મધોકજીએ ઈન્દિરા ગાંધીને હિંદુ રાષ્ટ્ર અને હિંદુત્વ વિશે માર્ગદર્શન આપ્યું હતું અને ઈન્દિરાજીએ બલરાજ મધોકજીનું હિંદુ રાજ્ય પુસ્તક આખું વાંચી ગયા હતાં અને ઈન્દિરા ગાંધીમાં બદલાવ પણ આવ્યો હતો. કમનસીબે થોડાંક દિવસોમાં ઈન્દિરા ગાંધીની હત્યા થઈ ગઈ.

કોંગ્રેસે બહુમતિ હિંદુ સમાજની આસ્થાનો વિચાર કરી દરેક ગામમાં નિર્જન રામ મંદિરોનું ધ્યાન લઈ જે કિટનું વિતરણ કર્યું તે અભિનંદનને પાત્ર છે. બની બેઠેલાં સંપ્રદાયો, ધનના ઢગલાં આળોટવા સનામત ધર્મની ઘોર ખોદી અને રામને ભૂલી અસંખ્ય સંપ્રદાયો હિંદુ સમાજને આડા પાટે લઈ ગયા. અગાઉ દેશમાં ગામે ગામ રામ મંદિરો હતાં જેથી લોકો સાચી સંસ્કૃતિ જીવનમાં ઊતારતા હતાં. આજના સંતો, સંતો નહીં પણ સરકારી સંતો બની ભાજપની ચાપલૂસી કરે છે. સંસ્કૃતિ ભૂલી જઈ પોતાના સ્વાર્થ ખાતર સનાતન ધર્મની ઘોર ખોદી નાંખી છે.

જો સંસ્કૃતિ બચશે તો દેશ બચશે. આ કાર્ય હવે દેશમાં થવું જોઈએ, રામ મંદિર પણ બનવું જાઈએ. ફક્ત વોટ લેવા વાતો કરી, ચૂંટણી સમયે રામ મંદિરનું ભૂત ધૂણે તે ન ચાલે. કોંગ્રેસના યુવા નેતા જે લવ કુશના વંશજ કુર્મિ ક્ષત્રિય એવા પાટીદાર પરેશ ધાનાણીએ જે આ બીડું ઝડપ્યું તે અભિનંદનને પાત્ર છે. પાટીદારો આમ તો વર્ષોથી ધર્મપ્રેમી રહ્યાં છે.