loader

Breaking News


Home > National > દેશભરમાં ઉજવાઈ રહી છે આજે ગણેશ ચતુર્થી, PM મોદીએ આપી શુભેચ્છાઓ


Foto

દેશભરમાં ઉજવાઈ રહી છે આજે ગણેશ ચતુર્થી, PM મોદીએ આપી શુભેચ્છાઓ

Sept. 13, 2018, 10:57 a.m.
      Whatsapp   

માનવમિત્ર, મુંબઈ : ગણેશ ચતૂર્થીનો ઉત્સવ આજે સમગ્ર દેશમાં ઉજવવામાં આવી રહ્યો છે. આજે ઘરો અને પંડાલોમાં ગણેશ સ્થાપિત થશે. ઉત્તેજના અને ઉત્સાહનો આ તહેવાર સમગ્ર દેશમાં 11 દિવસ ચાલશે. મુંબઈમાં ગણેશોત્સવને લઈને ભારે ઉલ્લાસ જોવા મળી રહ્યો છે. મુંબઇમાં પ્રસિદ્ધ લાલબાગના રાજાની 22 ફૂટ ઊંચી પ્રતિમા બનાવવામાં આવી છે. મુંબઇમાં ગણપતિ ઉત્સવ માટે સખત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. મુખ્ય પંડાલો પર પોલીસ દળ મુકવામા આવ્યું છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ દેશવાસીઓને ગણેશ ચતુર્થીની શુભેચ્છાઓ પાઠવી હતી. પ્રધાન,મંત્રીએ ટ્વિટર પર લખ્યું હતું કે દરેક દેશવાસીઓને ગણેશ ચતુર્થીના પવન પર્વની શુભેચ્છાઓ. દેશના સૌથી અમીર શખ્સ મુકેશ અંબાણીના ઘરે પણ દોઢ દિવસના ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે તેને એંટીલિયાના રાજા પણ કહેવામાં આવી રહ્યા છે.