loader

Breaking News


Home > Gujarat > રામમંદિર મુદ્દે નવમીએ વિહિપ અમદાવાદમાં યોજશે ધર્મસભા


Foto

રામમંદિર મુદ્દે નવમીએ વિહિપ અમદાવાદમાં યોજશે ધર્મસભા

Dec. 6, 2018, 5:25 p.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : અયોધ્યામાં રામમંદિરના નિર્માણમાં રાષ્ટ્રવ્યાપી જનજાગરણ અને લોકજુવાળ ઉભુ કરવાના ભાગરૂપે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા તા.૯મી ડિસેમ્બર શહેરના અમરાઇવાડી વિસ્તારમાં પોસ્ટ ઓફિસની સામે ૧૩૨ રીંગ રોડ પર સ્વસ્તિક ચાર રસ્તા ખાતે વિરાટ ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અમદાવાદ શહેર અને તેની આસપાસના વિસ્તારો-ગામડાઓમાંથી દોઢેક લાખથી વધુ જનમેદની ઉમટે તેવી શકયતા છે.

તા.૯મી ડિસેમ્બરે ગુજરાતભરમાં જુદી જુદી જગ્યાએ આઠ વિરાટ ધર્મસભાનું આયોજન કરાયું છે. જેનો મુખ્ય ધ્યેય રામંદિર નિર્માણનો અને લોકલાગણીને સાકાર કરવાનો છે એમ અત્રે વિશ્વ હિન્દુ પરિષદના ગુજરાતના મંત્રી અશોકભાઇ રાવલ, વિહિપ ઉત્તર ગુજરાતના મંત્રી અશ્વિનભાઇ પટેલ, સહમંત્રી હર્ષદ ગીલેટવાલા અને વિહિપના કર્ણાવતી શહેર પ્રમુખ હસમુખભાઇ પટેલે જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, તા.૯મીની વિરાટ ધર્મસભામાં મુખ્ય વકતા વિશ્વ હિન્દુ પરિષદના સંયુકત મહામંત્રી ડો.સુરેન્દ્રજી જૈન સંબોધન કરશે.