loader

Breaking News


Home > Gujarat > ખેડૂતોને વળતર અને જમીન સંપાદન મુદ્દે કોંગ્રેસ એક્શનમાં, રાજ્યપાલને આપ્યું આવેદનપત્ર


Foto

ખેડૂતોને વળતર અને જમીન સંપાદન મુદ્દે કોંગ્રેસ એક્શનમાં, રાજ્યપાલને આપ્યું આવેદનપત્ર

May 9, 2018, 9:47 p.m.
      Whatsapp   

માનવમિત્ર, ગાંધીનગર : રાજ્યમાં છેલ્લા સમયથી ખેડૂતોને પારાવાર મુશ્કેલીઓ પડી રહી છે જેના અનુસંધાનમાં કોંગ્રેસ પક્ષ દ્વારા આજે રાજ્યપાલને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ નેતા અને રાજસભાના સાંસદશ્રી અહેમદભાઈ પટેલ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમીત ચાવડા અને વિધાનસભા વિપક્ષના નેતા પરેશ ધાનાણી અને ખેડૂત સમાજના જયેશભાઈ પટેલ સહિત ખેડૂત સમાજના પ્રતિનિધીઓ, કોંગ્રેસ પક્ષના ધારાસભ્યો કોંગ્રેસ પક્ષના આગેવાનો હાજર રહ્યાં હતા.

તેઓએ આજે રાજ્યપાલ ઓ.પી કોહલીને રૂબરૂ મળીને ખેડૂતોના હિતમાં, ખેડૂતોની જમીન સંપાદનમાં જે રીતે ભાજપ સરકાર ખોટી રીતે સંપાદન કરી રહી છે. તેના લીધે ખેડૂતોમાં પારાવાર આક્રોશ છે તે અંગે ખેડૂતોના હિતમાં, ખેડૂતોના પ્રશ્નો ખાસ કરીને જમીન સંપાદન, પુરતુ વળતર અંગે આવેદનપત્ર સુપ્રત કર્યું હતું.

આ અગાઉ અહમદ પટેલે પણ બુલેટ ટ્રેન માટે જે જમીન સંપાદન કરી રહ્યું છે તે અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ પત્ર લખ્યો હતો. અહમદ પટેલે જમીન સંપાદન કાનૂન ૨૦૧૩નો સંપૂર્ણ અમલ માટે વડાપ્રધાને ખેડુત હિતમાં પત્ર લખી ધ્યાન દોરતા જણાવ્યું હતું કે, એનએચઆરસી એ જિલ્લાના અધિકારીઓ સાથે દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી અનેક ખેડુતો પાસેથી ખેતીની જમીન સંપાદિત કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે અને ખેડુતોના પ્રતિનિધિઓની એવી માંગ છે કે આ અંગે જમીન સંપાદનમાં વ્યાજબી વળતર, પારદર્શિતા, પુનઃ સ્થાપના અને પુનઃવસવાટ ધારા, ૨૦૧૩ના નિયમો અને જોગવાઈઓનું પાલન કરવામાં આવી રહ્યું નથી.