loader

Breaking News


Home > Gujarat > વિધાનસભા ઘેરાવ કરવા જતા અમિત ચાવડા સહીત કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરાઈ


Foto

વિધાનસભા ઘેરાવ કરવા જતા અમિત ચાવડા સહીત કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરાઈ

Sept. 18, 2018, 12:27 p.m.
      Whatsapp   

માનવમિત્ર, ગાંધીનગર : ખેડૂતોની દેવામાફી અને પેટ્રોલ - ડીઝલના ભાવ મુદ્દે આજે કોંગ્રેસ દ્વારા વિધાનસભા ઘેરાવ કાર્યક્રમ આપવામાં આવ્યો છે ત્યારે પોલીસે પણ સભાસ્થળથી નીકળેલાં કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી છે. પોલીસે ટીંગાટોળી કરીને પોલીસે વાહનોમાં બેસાડી દેવામાં આવ્યા હતા.પોલીસે કોંગ્રેસના અમિત ચાવડા, અર્જુન મોઢવાડીયા તેમજ રાજીવ સાતવની અટકાયત કરવામાં આવી હતી.

કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતુંકે દરવખતે ભાજપ દ્વારા અનેક સપનાઓ બતાવવામાં આવે છે કે મોંઘવારી દૂર કરીશુ, રોજગારી આપીશું, ખેડૂતોનું દેવું માફ કરીશું પરંતુ એકપણ વચન પૂરું કરવામાં આવતું નથી. અહીં અમે આજે ખેડૂતોની વેદનાને વાચા આપવા માટે એકઠા થયા છે.

અમિત ચાવડાએ જણાવ્યું હતું કે સરકાર ખેડૂતોની વાત સાંભળતી નથી તેમજ ગુજરાત સરકારની નીતિઓને કારણે તેમને યોગ્ય પોષણક્ષમ ભાવ નથી મળી રહયાં. ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને વિરોધપક્ષનાં નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું ગુજરાતમાં શાસક ભાજપ છેલ્લા અઢી દાયકાથી રાજ કરી રહ્યું છે પરંતુ ખેડૂત તેમજ સામાન્ય માણસની સમસ્યા હજુ તેવી જ છે. કોંગ્રેસ સતત ખેડૂતોને સિંચાઈ , દેવામાફી અને તેમની આત્મહત્યાના મુદ્દા ઉઠાવી રહી છે પરંતુ રાજ્ય સરકાર અસંવેદનશીલ થઈને કામ કરી રહી છે.