loader

Breaking News


Home > National > રાફેલ ડીલ મુદ્દે કોંગ્રેસ આક્રમક, ગણાવ્યું સૌથી મોટું કૌભાંડ, JPC તપાસની કરી માંગ


Foto

રાફેલ ડીલ મુદ્દે કોંગ્રેસ આક્રમક, ગણાવ્યું સૌથી મોટું કૌભાંડ, JPC તપાસની કરી માંગ

Aug. 10, 2018, 12:56 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : સંસદનાં ચોમાસું સત્રનાં છેલ્લાં દિવસે કોંગ્રેસે મોદી સરકાર પર રાફેલ ડીલ મુદ્દે શાબ્દિક પ્રહાર કર્યા હતા. કોંગ્રેસ રાફેલ ડીલ મુદ્દાને જોઈન્ટ પાર્લિયામેન્ટ્રી કમિટી (JPC) માં મોકલવાની માંગ કરી રહી છે. તેને લઈને યુપીએ ચેરપર્સન સોનિયા ગાંધીએ મોરચો સંભાળ્યો હતો.

આજે સંસદનાં છેલ્લા દિવસે સોનિયા ગાંધી સમગ્ર વિપક્ષ સાથે સંસદ પરિસર બહાર રાફેલ ડીલ મુદ્દા પરના પ્રદર્શનમાં સામેલ થયા હતા. આ ઉપરાંત કોંગ્રેસે પણ સદનમાં આ મુદ્દો ઉઠાવ્યો હતો. રાજ્યસભામાં કોંગ્રેસનાં નેતા આનંદ શર્માએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને તેમની પૂરી સરકાર પર આરોપ લગાવ્યા હતા. આ દરમિયાન સરકાર તરફથી વિજય ગોયલે તેમને જવાબ આપ્યા હતા.

રાજ્યસભામાં વિપક્ષનાં નેતા ગુલામ નબી આઝાદે પણ આ મુદ્દે સરકારને ઘેરી હતી. આઝાદે જણાવ્યું હતું કે વિપક્ષને એક વખત પણ મોકો મળતો નથી અને અમે ઈચ્છીએ છીએ કે રાફેલ ડીલ પર ચર્ચા થાય, અમે આ મુદ્દે નોટીસ પણ આપી છે. આઝાદે કહ્યું હતું કે રાફેલ વિશ્વનો સૌથી મોટુ કૌભાંડ છે અને તેની પર જેપીસી બનવી જોઈએ.