loader

Breaking News


Home > National > કૉંગેસ અને આમ આદમી પાર્ટી બંનેની નિયતમાં ખોટ : ભાજપ


Foto

કૉંગેસ અને આમ આદમી પાર્ટી બંનેની નિયતમાં ખોટ : ભાજપ

Sept. 13, 2018, 10:26 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર નિશાન તાકતા બુધવારે ભાજપે આક્ષેપ કર્યો હતો કે બંને પક્ષોની નિયતમાં ખોટ છે એક પાર્ટી આવકવેરામાં કરોડોની હેરાફેરી કરે છે છે તો બીજી પાર્ટી ઈમાનદારીનો ઢોંગ કરીને ચૂંટણી ફંડમાં હવાલાનો કારોબાર કરે છે.

ભાજપ પ્રવક્તા મીનાક્ષી લેખીએ પત્રકારોને જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટીની કથની અને કરણીમાં ઘણું જ અંતર છે જે પાર્ટી ભ્રષ્ટાચાર વિરુદ્ધ લડાઇ લડવાનો દેખાવ કરે છે એજ પાર્ટી દિલ્હીની સત્તા પર આવ્યા બાદ ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપી રહી છે.

તેઓએ કહ્યું હતું કે આમ આદમી પાર્ટીએ ચૂંટણી પંચની પારદર્શિતાના દિશાનિર્દેશોનું પાલન નથી કર્યું। આમ આદમી પાર્ટીના ખાતાઓની જાણકારીમાં પણ અનિયમિતતા જોવા મળી છે. ભાજપ પ્રવક્તાએ આરોપ લગાવ્યો હતો કે તપાસમાં જાણકારી મળી છે કે આમ આદમી પાર્ટીએ ચૂંટણી પંચથી ફંડની માહિતી છુપાવી તેમજ હિસાબ પણ નથી આપ્યો.