loader

Breaking News


Home > National > કોંગ્રેસ માયાવતી અથવા મમતા બેનર્જીને બનાવી શકે છે ચૂંટણીમાં PM પદનાં ઉમેદવાર


Foto

કોંગ્રેસ માયાવતી અથવા મમતા બેનર્જીને બનાવી શકે છે ચૂંટણીમાં PM પદનાં ઉમેદવાર

July 26, 2018, 4:16 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : ક્ષેત્રિય પક્ષોના નેતાને પણ વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે સ્વીકાર કરવામાં આવી શકે છે તેવા કોંગ્રેસના સંકેત બાદ ક્ષેત્રિય પક્ષોને રાહત થઇ છે. કોંગ્રેસના આ વલણથી ટીએમસીના નેતા મમતા બેનર્જી, બહુજન સમાજ પાર્ટીના માયાવતી, સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવ, આરજેડીના લાલૂ પ્રસાદ યાદવ અને તેજસ્વી યાદવને પરોક્ષરીતે રાહત મળી છે. કારણ કે, આ તમામ પાર્ટીઓના નેતાઓ પણ વડાપ્રધાન પદને લઇને મહત્વકાંક્ષી બનેલા છે.

આવી સ્થિતિમાં રાહુલ ગાંધીને વડાપ્રધાન તરીકે સ્વીકારવા માટે તૈયાર થઇ રહ્યા ન હતા. પરોક્ષરીતે આનો સંકેત પણ આપી રહ્યા હતા. વધુ નુકસાન ન થયા તે માટે કોંગ્રેસે પરિસ્થિતિને ધ્યાનમાં લઇને વિપક્ષી દળોને સાથે રાખીને આગળ વધવાની તૈયારી કરી છે. પરંતુ જાણકાર નિષ્ણાતો માની રહ્યા છે કે, કોંગ્રેસની આ કવાયત તેને નુકસાન કરી શકે છે. સાથી પક્ષો માટે વધારે સીટોનું બલિદાન આપવાની સ્થિતિમાં તે પોતાની રીતે મર્યાદિત પાર્ટી બની શકે છે.