loader

Breaking News


Home > Gujarat > પરેશ ધાનાણી સહીત કોંગ્રેસનું પ્રતિનિધિમંડળ પહોંચ્યું CM રૂપાણી સાથે ચર્ચા કરવા, હાર્દિક - ખેડૂતો અંગે થશે ચર્ચા


Foto

પરેશ ધાનાણી સહીત કોંગ્રેસનું પ્રતિનિધિમંડળ પહોંચ્યું CM રૂપાણી સાથે ચર્ચા કરવા, હાર્દિક - ખેડૂતો અંગે થશે ચર્ચા

Sept. 6, 2018, 4:56 p.m.
      Whatsapp   

માનવમિત્ર, ગાંધીનગર : રાજ્યમાં ખેડૂતોની સ્થિતિ તેમજ હાર્દિક પટેલના ઉપવાસને લઈને કોંગ્રેસ આક્રમકઃ બની છે ત્યારે આજે વિપક્ષી નેતા પરેશ ધાનાણી સહીત કોંગ્રેસનું ડેલિગેશન મુખ્યમંત્રી વિજય રૂપાણીને મળવા પહોંચ્યું છે. વિજય રૂપાણી સાથે ચર્ચા કરતાં પહેલા કોંગ્રેસે ભાજપ સરકાર વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કરીને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. મુખ્યમંત્રી વિજય રૂપાણીને મળવા અંગે વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ ગઈકાલે સમય માંગ્યો હતો.

વિજય રૂપાણી આજે સવારે દિલ્હીથી પાછા આવ્યા હતા. કોંગ્રેસે ખેડૂતોની દેવામાફી અને હાર્દિક પટેલના ઉપવાસને લઈને વિજય રૂપાણી સાથે ચર્ચા કરશે. બીજી બાજુ હાર્દિક પટેલ તરફથી હવે અલ્ટીમેટમ પણ આપી દેવામાં આવ્યું છે. હાર્દિક પટેલના સાથી મનોજ પનારાએ કહ્યું છે કે સરકાર ખૂબ જ ઉદાસીન દેખાઈ રહી છે. અમે વાતચીત માટે તૈયાર છીએ. ખુલ્લા મનથી વાતચીત માટે તૈયાર છીએ. હાર્દિકથી તરફથી હવે અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે કે જો ૨૪ કલાકમાં વાતચીત નહીં કરે તો હાર્દિક પટલે જળ ત્યાગ કરશે. હાર્દિક પટેલ અને સરકાર વચ્ચે મડાગાંઠ દિન પ્રતિદિન જટીલ બની રહી છે.