loader

Breaking News


Home > National > કોંગ્રેસે રાફેલ ડિલમાં દસ્તાવેજોને સીઝ કરવાની કરી માંગ


Foto

કોંગ્રેસે રાફેલ ડિલમાં દસ્તાવેજોને સીઝ કરવાની કરી માંગ

Sept. 26, 2018, 11:07 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : રાફેલ ડિલમાં ભ્રષ્ટાચારીઓને મોદી સરકારની ફરિયાદ મામલે કોંગ્રેસે હવે સીવીસીમાં રજૂઆત કરી છે. કોંગ્રેસનાં નેતાઓએ ગઇ કાલે સીવીસીમાં પહોંચી જઇને આ મામલામાં એફઆઈઆર દાખલ કરીને સ્વતંત્ર તપાસની માંગ કરી હતી.



સીવીસીને મળીને પરત ફર્યા બાદ પૂર્વ કેન્દ્રીયમંત્રી આનંદ શર્માએ કહ્યું હતું કે, આ સોદાબાજી સંપૂર્ણપણે વડાપ્રધાન તરફથી કરવામાં આવી છે. ૧૦મી એપ્રિલ ૨૦૧૫નાં દિવસે વડાપ્રધાન મોદી અને ફ્રાંસનાં પૂર્વ પ્રમુખ ઓલાંદ વચ્ચે જે નિવેદન છે તેના આધાર પર આ બાબત સ્પષ્ટ થાય છે. એ દિવસે બંને નેતાઓનાં નિવેદનથી સ્પષ્ટ થઇ જાય છે કે, આ એ જ વિમાન છે જે હવાઈ દળ દ્વારા માંગવામાં આવ્યા હતા. આનંદ શર્માએ મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું હતું કે, આ ડિલનાં તમામ દસ્તાવેજ જપ્ત કરવામાં આવે તે જરૂરી છે. સીવીસી તરફથી એફઆઈઆર દાખલ કરવામાં આવે તે જરૂરી છે.

આનંદ શર્માએ કહ્યું હતું કે, સીવીસીની આ જવાબદારી બને છે કે, જે સરકારમાં આટલો ભ્રષ્ટાચાર છે તેના કાગળ જપ્ત કરવામાં આવે. સરકાર કોઇ કાગળોને ખરાબ ન કરે તે માટે સીવીસીએ તરત કાર્યવાહી કરવી જોઇએ. રાફેલ ડિલ મોટા કૌભાંડો પૈકી એક છે. આનંદ શર્માની સાથે ઉપસ્થિત રહેલા સુરજેવાલાએ કહ્યું હતું કે, ફસાઈ ગયા બાદ ભાજપ દ્વારા આક્ષેપોને આધારવગરનાં ગણાવવામાં આવી રહ્યા છે.