loader

Breaking News


Home > Gujarat > મગફળી કાંડ, ખેડૂત દેવા માફી અંગે કોંગ્રેસે આપ્યું રાજ્યપાલને આવેદન


Foto

મગફળી કાંડ, ખેડૂત દેવા માફી અંગે કોંગ્રેસે આપ્યું રાજ્યપાલને આવેદન

Aug. 28, 2018, 12:55 p.m.
      Whatsapp   

માનવમિત્ર, ગુજરાત : રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી મગફળી કાંડ ખૂબ ચગ્યો છે ત્યારે દોષિતોને કડક સજા અપાવવા માટે કોંગ્રેસ મેદાનમાં ઉતરી છે. આ અંગે કોંગ્રેસ રાજ્યપાલ ઓ.પી.કોહલી ને આવેદનપત્ર પણ આપ્યુ હતુ. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા તેમજ વિપક્ષનાં નેતા પરેશ ધાનાણીની આગેવાનીમાં પ્રતિનિધી મંડળ રાજ્યપાલને આવેદનપત્ર આપવા પહોચ્યુ હતુ.કોંગ્રેસે સત્તા સામે નારાજગી વ્યક્ત કરવા અહિંસક આંદોલન, મગફળી કાંડમાં ન્યાયિક તપાસ માટે સર્વપક્ષીય ધારાસભ્યોની સંયુક્ત સમિતી રચવા, છબરડાવાળી જમીન માપણી રદ કરવા તેમજ ખેડૂતોનું દેવું માફ કરવા અંગે રાજ્યપાલને આવેદનપત્ર સોંપ્યુ હતુ.

આ ઉપરાંત કોંગ્રેસ મગફળી કાંડમાં હાઇકોર્ટમાં સિટીંગ જજની અધ્યક્ષતામાં તટસ્થ ન્યાયિક તપાસની પણ માંગ કરી હતી. વધુમાં શિક્ષણનું વેપારીકરણ, આરોગ્ય સેવાની કથળેલી સ્થિતિ, કાયદો અને વ્યવસ્થાનું યોગ્ય પાલન નથી થતું હોવાના મુદ્દાઓ આવેદનપત્રમાં સમાવ્યા હતુ.