loader

Breaking News


Home > National > 10 સપ્ટેમ્બરનાં ભારતબંધમાં કોંગ્રેસને મળ્યું 18 પક્ષોનું સમર્થન


Foto

10 સપ્ટેમ્બરનાં ભારતબંધમાં કોંગ્રેસને મળ્યું 18 પક્ષોનું સમર્થન

Sept. 8, 2018, 12:10 p.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : પેટ્રોલ - ડીઝલનાં ભાવમાં વધારાન કારણે મોદી સરકારને ઘેરવા માટે કોંગ્રેસ તરફથી 10 સપ્ટેમ્બરે ભારત બંધને વિપક્ષને કુલ 18 નાની - મોટી પાર્ટીઓનું સમર્થન મળ્યું છે. પાર્ટી સૂત્રોનાં જણાવ્યા મુજબ ભારત બંધ માટે સમાજવાદી પાર્ટી, બહુજન સમાજવાદી પાર્ટી, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી, દ્રમુક, તૃણમૂલ કોંગ્રેસ, રાષ્ટ્રીય જનતા દળ, માર્ક્સવાદી કોમ્યુનિસ્ટ પાર્ટી, ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી, જેડીએસ, રાષ્ટ્રીય લોકદળ, ઝારખંડ મુક્તિ મોરચા તેમજ અન્ય દળ સમર્થન કરી રહયાં છે.

પાર્ટીના એક નેતાએ જણાવ્યું હતું કે કુલ 18 પાર્ટીઓ ભારતબંધનું સમર્થન કરી રહી છે. સોમવારે ભારત બંધ સફળ થશે. સૂત્રોના જણાવ્યા મુજબ અહમદ પટેલે બધા જ વિપક્ષી દળોના પ્રમુખ નેતાઓ સાથે વાત કરી છે. તૃણમૂલ કોંગ્રેસે બંધનું સમર્થન કર્યું છે પરંતુ તેઓ તેમાં ભાગ નહીં લેય. સૂત્રોનાં જણાવ્યાં મુજબ પશ્ચિમ બંગાળમાં પોતાની સરકાર હોવાને કારણે તૃણમૂલ કોંગ્રેસ ત્યાંનું જનજીવન ઠપ કરવાનાં પક્ષમાં નથી.