loader

Breaking News


Home > National > કોંગ્રેસ પહેલાં ગોરાઓએ સામે લડી હતી, હવે ચોરો સામે લડશે : કમલનાથ


Foto

કોંગ્રેસ પહેલાં ગોરાઓએ સામે લડી હતી, હવે ચોરો સામે લડશે : કમલનાથ

Oct. 13, 2018, 2:29 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : મધ્યપ્રદેશ કોંગ્રેસ પ્રમુખ કમલનાથ ચૂંટણી સમયે આત્મવિશ્વાસથી ભરપૂર જોવા મળી રહયા છે. તેઓએ જણાવ્યું કે હવે ભાજપ અમને રાષ્ટ્રવાદનો પાઠ ભણાવશે પરંતુ તે જણાવે કે જનસંઘથી લઈને કોઈ એક નેતાનું નામ યાદ છે જેણે ભારતની આઝાદીની લડાઈમાં યોગદાન આપ્યું હોય. પહેલા અમે ગોરાઓથી લડયા હતા હવે ચોરોથી લડીશું.

કમલનાથે જણાવ્યું હતું કે કોંગ્રેસના કાર્યકરો જોશમાં છે અને લોકો ગુસ્સામાં છે. કોંગ્રેસ મધ્યપ્રદેશની ચૂંટણી જીતશે. ગુજરાતમાં જીતને લઈને કમલનાથે જણાવ્યું હતું કે અમે ભાજપને મજબૂત ટક્કર આપી હતી. મધ્યપ્રદેશના લોકો આગામી પેઢીની સુરક્ષા માટે કૉંગ્રેસને જીતાડશે. મધ્યપ્રદેશ ભ્રષ્ટાચાર, કુપોષણ, મહિલાઓ સામે અત્યાચાર, ખેડૂતોની આત્મહત્યામાં પ્રથમ નંબર છે તેમ તેઓએ જણાવ્યું હતું.