loader

Breaking News


Home > Gujarat > કોંગ્રેસને ગુજરાતમાં અછત વિશે કાંઈ બોલવાનો અધિકાર નથી : ભાજપ


Foto

કોંગ્રેસને ગુજરાતમાં અછત વિશે કાંઈ બોલવાનો અધિકાર નથી : ભાજપ

Oct. 25, 2018, 11:15 a.m.
      Whatsapp   

માનવમિત્ર, ગાંધીનગર : ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, દેશની એકતા અને અખંડિતતાના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુ ઓફ યુનિટી બાબતે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ અપમાનજનક શબ્દો ઉચ્ચારીને તથા વિપક્ષના નેતાએ પણ ભંગાર જેવા શબ્દોનો ઉપયોગ કરીને સરદાર સાહેબનું અપમાન કર્યું છે જેને સખત શબ્દોમાં ભાજપ વખોડી કાઢે છે.

વાઘાણીએ વધુમાં જણાવ્યું છે કે, રાજ્યમાં કોંગ્રેસની સરકાર હતી ત્યારે અછતના સમયે લોકોને પાણી પણ પહોંચાડી શકી નથી, મુંગા પશુઓને ઘાસચારો પણ પહોંચાડવાને બદલે રફાળેશ્વર જેવો ગોટાળો અને ભ્રષ્ટાચાર કર્યા છે એ કોંગ્રેસને ગુજરાતમાં અછત વિશે કાંઈ બોલવાનો અધિકાર નથી.

ભાજપાની સરકાર ગુજરાતમાં મૅન્યુઅલ પ્રમાણે અછત ગ્રસ્ત વિસ્તારોની જાહેરાત કરી છે અને વધુ પગલાં લેવામાં આવી રહ્યા છે. ગુજરાતની પ્રજા આ અછતની પરિસ્થિતિનો સામનો કરવામાં સહકાર આપે અને કોંગ્રેસ આ મુદ્દે રાજનીતિ કરવાની બંધ કરે તેવું વાઘાણીએ કહ્યું હતું.