loader

Breaking News


Home > Gujarat > કર્ણાટકમાં કોંગ્રેસ - જેડીએસ સરકાર બનતાં કોંગ્રેસમાં ખુશીનો માહોલ


Foto

કર્ણાટકમાં કોંગ્રેસ - જેડીએસ સરકાર બનતાં કોંગ્રેસમાં ખુશીનો માહોલ

May 19, 2018, 5:24 p.m.
      Whatsapp   

માનવમિત્ર, ગાંધીનગર : કર્ણાટકમાં વિશ્વાસના મત પહેલા જ મુખ્યમંત્રી યેદીયુરપ્પાએ રાજીનામું આપી દેતાં કોંગ્રેસના કાર્યકરો ગેલમાં આવી ગયા હતા. કર્ણાટકમાં હવે કુમારસ્વામીનાં નેતૃત્વ હેઠળ કોંગ્રેસ - જેડીએસની સંયુક્ત સરકાર બનશે.

ગાંધીનગર સહીત ગુજરાતમાં પણ કોંગ્રેસ કાર્યકરોએ જીતની ખુશીને ફટાકડાં ફોડીને વધાવી હતી અને એકબીજાને શુભેચ્છાઓ આપી હતી. કર્ણાટકમાં બહુમત પુરવાર કરતાં પહેલા જ મુખ્યમંત્રી યેદીયુરપ્પાએ રાજીનામું આપી દીધું હતું. તેઓએ પોતાનાં ભાષણમાં જણાવ્યું હતું કે હું રાજ્યમાં ફરી જવા તૈયાર છું અને લોકોના દિલ જીતીને આવીશ.