loader

Breaking News


Home > National > કર્ણાટકમાં કોંગ્રેસ - જેડીએસ પાંચમાંથી ચાર બેઠકો પર આગળ, ભાજપને ફક્ત એકમાં સરસાઈ


Foto

કર્ણાટકમાં કોંગ્રેસ - જેડીએસ પાંચમાંથી ચાર બેઠકો પર આગળ, ભાજપને ફક્ત એકમાં સરસાઈ

Nov. 6, 2018, 12:24 p.m.
      Whatsapp   

માનવમિત્ર, બેંગ્લોર : કર્ણાટકમાં લોકસભાની ત્રણ અને વિધાનસભાની બે બેઠકો પર મતગણતરી શરુ છે. પ્રારંભિક વલણમાં ભાજપને મોટો આંચકો લાગ્યો છે. કર્ણાટકની પેટા ચૂંટણીમાં શાસક કોંગ્રેસ-જેડીએસ ગઠબંધન મજબૂત બનતું હોવાનું જણાઈ રહ્યું છે.

તાજા પરિણામોને ધ્યાનમાં રાખીને જણાવીએ તો કૉંગ્રેસ-જેડીએસ ગઠબંધન પાંચમાંથી ચાર બેઠકો પર આગળ વધી રહ્યું છે તેમજ ભાજપ શિમોગા લોકસભા બેઠકમાં આગળ વધી રહી છે. શિમગા બેઠક પર ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા બી.એસ. યેદુરપ્પાના પુત્ર વી રઘુવેન્દ્ર ચૂંટણી લડી રહયા છે તો બીજી બાજુ મધુ બાંગરાપ્પા જેડીએસનાં ઉમેદવાર છે.

પ્રારંભિક વલણો અનુસાર, કૉંગ્રેસ બેલ્લારી લોકસભાની સીટ ઉપર આગળ છે અને જનતા દળ (સેક્યુલર) માંડયા બેઠક પર આગળ છે. કોંગ્રેસ-જેડીએસ ગઠબંધને જામખંડી અને રામનગર વિધાનસભાની બેઠકો પર પોતાની સરસાઈ જાળવી રાખી છે.