loader

Breaking News


Home > Gujarat > કોંગ્રેસ નેતા સી.જે.ચાવડાએ ગુજરાત સરકારની કાર્યશૈલી પર કર્યો સવાલ


Foto

કોંગ્રેસ નેતા સી.જે.ચાવડાએ ગુજરાત સરકારની કાર્યશૈલી પર કર્યો સવાલ

March 28, 2018, 8:36 p.m.
      Whatsapp   

માનવમિત્ર, ગાંધીનગર : એક પ્રાઇવેટ ન્યૂઝ ચેનલમાં બોલતા કોંગ્રેસ નેતા સી.જે.ચાવડાએ ગુજરાતની રૂપાણી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યુ કે, આ સરકારે પ્રદેશનાં પ્રશ્નોને ક્યારે વાંચા આપી નથી. સરકારનું વલણ ગરીબ અને ખેડૂતો સામે ઘણુ શરમજનક છે.



કોંગ્રેસ નેતા સી.જે.ચાવડાએ એક પ્રાઇવેટ ન્યૂઝ ચેનલમાં બોલતા કહ્યુ કે, ગુજરાતની ભાજપ સરકાર ખેડૂતનાં પ્રશ્નોનાં નિરાકરણમાં તદ્દન ફેલ રહી છે. આ સરકારમાં દેવુ વધી રહ્યુ છે અને દૂર દૂર સુધી જનતાને રાહત દેખાઇ રહી નથી. તેમણે વધુમાં જણાવ્યું કે, ગુજરાતમાં દારૂની રેલમછેલ છે, અવાર-નવાર સરકાર કહે છે કે અમે આટલો દારૂ પકડ્યો પણ તે દારૂ ગુજરાતમાં કેવી રીતે આવ્યો તેનો જવાબ તેમની પાસે નથી. સરકાર 100 ટકા લોન લે છે અને હપ્તો ભરે છે 50 ટકા આમ ધીરે ધીરે ગુજરાતની જનતા પર દેવાનો બોજો વધી રહ્યો છે. આ સરકાર રોજગારી આપવામાં પણ નિષ્ફળ રહી છે. શિક્ષણમાં વેપારીકરણને રોકવામાં પણ આ સરકાર નિષ્ફળ રહી છે. ચાવડાએ વધુમાં જણાવ્યું કે, વિરોધ પક્ષે ઉઠાવ્યો છે સવાલ કેટલુ કર્યુ સરકારે કામ. તેમણે ગુજરાત સરકારની કાર્યશૈલી પર સવાલ ઉઠાવ્યો છે. આ સરકારમાં 123 કરોડનાં 223 કરોડ બીલમાં બનાવાય છે. પાયાનાં પ્રશ્નોનાં નિરાકરણમાં સરકાર સંપૂર્ણપણે ફેલ રહી છે. તેમણે કહ્યુ કે, હવે આ સરકારને લોકસભાની ચુંટણીમાં જનતા જ જવાબ આપશે.