loader

Breaking News


Home > National > કેંન્દ્રિય મંત્રી ગિરિરાજ સિંહનો બફાટ, દેશમાં રહેતા મુસલમાનો રામનાં જ વંશજ છે


Foto

કેંન્દ્રિય મંત્રી ગિરિરાજ સિંહનો બફાટ, દેશમાં રહેતા મુસલમાનો રામનાં જ વંશજ છે

Oct. 22, 2018, 10:54 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : એક તરફ મોદી સરકાર લોકસભાની તૈયારીઓને લઇને પોતાની છબી સુધારવામાં લાગી ગઇ છે ત્યા બીજી તરફ તેમના જ એક મંત્રીએ મુસલમાનોને લઇને એક મોટુ નિવેદન આપ્યું છે. કેંન્દ્રિય મંત્રી ગિરિરાજ સિંહે રવિવારે ઉત્તર પ્રેદશનાં બાગપતમાં પોતાના નિવેદનમાં કહ્યુ કે, ભારતમાં જેટલા પણ મુસલમાનો છે તે દરેક ભગવાન રામનાં જ વંશજ છે.



ગિરિરાજ સિંહ જનસંખ્યા સમાધાન ફાઉંન્ડેશન દ્વારા આયોજીત જનસંખ્યા કાનૂન રૈલીને સંબોધિત કરવા માટે પહોચ્યા હતા. જ્યા તેમણે કહ્યુ કે, મુસલમાનો મુગલોનાં વંશજ નથી તેથી મુસલમાનો રામ મંદિરનો વિરોધ બંધ કરે. તેમણે કહ્યુ કે, જે રામ મંદિરનો વિરોધ કરી રહ્યા છે તે તેના સમર્થનમાં આવી જાય, જો તેઓ તે મુજબ નહી કરે તો હિંન્દુ નારાજ થઇ જશે. તેટલું જ નહિ તેમણે વધુમાં કહ્યુ કે, જો મુસલમાનો સમર્થનમાં નહી આવે તો હિંન્દુઓની નારાજગી વધશે અને તે મુસલમાનોથી નફરત કરવા લાગશે અને જો તે નફરત જ્વાળામાં ફેરવાઇ તો મુસલમાનો વિચારે શું થશે. તેમણે રામ મંદિરને કેંસરની બિમારી સાથે જોડતા કહ્યુ કે, આ મુદ્દો કેંસરનાં બીજા સ્ટેજ બરાબર છે, જો રામમંદિર ન બન્યુ તો આ બિમારીની કોઇ સારવાર થઇ શકશે નહી. સુત્રોનાં જણાવ્યાં મુજબ આ નિવેદન પર હાલમાં કોઇ પક્ષની પ્રતિક્રિયા સામે આવી નથી, જો કે કેંન્દ્રિય મંત્રીનાં આ પ્રકારનાં બફાટ બાદ મુસલમાનો લોકસભામાં ભાજપથી છેડો ફાડે તો કોઇ નવાઇ નહી.