loader

Breaking News


Home > National > કોંગ્રેસ - લેફ્ટનું 10 સપ્ટેમ્બરે ભારત બંધ, આ મુદ્દાઓ પર સરકારને ઘેરશે


Foto

કોંગ્રેસ - લેફ્ટનું 10 સપ્ટેમ્બરે ભારત બંધ, આ મુદ્દાઓ પર સરકારને ઘેરશે

Sept. 7, 2018, 12:32 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : દલિત અને સવર્ણો વચ્ચેના વિવાદમાં ઘેરાયેલ સરકાર સમક્ષ એક નવી આફત આવી પડી છે. ગઈકાલે મુખ્ય વિપક્ષ કોંગ્રેસ સહીત અન્ય પક્ષોએ તારીખ 10 સપ્ટેમ્બરના રોજ ભારત બંધનું એલાન આપ્યું હતું. રાફેલ ડીલ અને પેટ્રોલ - ડીઝલમાં વધી રહેલ કિંમતો જેવા મુદ્દાઓ લઈને કોંગ્રેસે દસ તારીખે દેશવ્યાપી આંદોલન કરવાનો નિર્ણય કર્યો છે. બીજી બાજુ લેફ્ટ પક્ષોએ પણ ખેડૂતોના મુદ્દે 10 સપ્ટેબરનાં રોજ સડકો પર ઉતરી પ્રદર્શન કરવાનું નક્કી કર્યું છે.

આ ભારતબંધ સવારે નવથી બપોરે ત્રણ વાગ્યા સુધી રહેશે। કોંગ્રેસે વિપક્ષનાં તમામ પક્ષો પાસે મોદી સરકારને ઘેરવાનો નિર્ણય લીધો છે. ગુરુવારે પાર્ટી નેતાઓ સાથે બેસીને નિર્ણય લેવાયો હતો કે રાફેલ મુદ્દા પર વિરોધ કરવાની સાથે સાથે મોમઘવારી, પેટ્રોલ - ડીઝલના વધતા ભાવ વિરુદ્ધ દેશભરમાં ઉગ્ર આંદોલન કરવામાં આવે. રાજસ્થાન કોંગ્રેસના સચિન પાયલોટે જણાવ્યું હતું કે પેટ્રોલ - ડીઝલની કિંમત આસમાને પહોંચી અને સરકાર ચૂપ છે ત્યારે અમે રાષ્ટ્રવ્યાપી આંદોલન કરીશું અને રાજસ્થાનમાં પણ આ મુદ્દો ઉઠાવીશું.