loader

Breaking News


Home > Gujarat > મગફળી કૌભાંડ મુદ્દે કોંગ્રેસ જુઠ્ઠું બોલી રહી છે, ખેડૂતોને ૧૦ કરોડ ચૂકવાયા : નીતિન પટેલ


Foto

મગફળી કૌભાંડ મુદ્દે કોંગ્રેસ જુઠ્ઠું બોલી રહી છે, ખેડૂતોને ૧૦ કરોડ ચૂકવાયા : નીતિન પટેલ

Aug. 21, 2018, 11:52 a.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : રાજ્યમાં મગફળી કાંડને લઈને ભાજપ અને કોંગ્રેસ વચ્ચે આક્ષેપ - પ્રતિઆક્ષેપ શરુ થઇ ગયા છે. બનાસકાંઠામાં ૪૦૦ કરોડનું મગફળી કૌભાંડ આચરાયું હોવાનો કોંગ્રેસે આરોપ લગાવતાં સામે પક્ષે ભાજપ સરકાર વતી ઉપમુખ્યમંત્રી નીતિન પટેલે પણ કોંગ્રેસને જવાબ આપ્યો હતો.

કોંગ્રેસનાં આરોપને વખોડતા નીતિન પટેલે જણાવ્યું હતું કે કોંગ્રેસ જુઠ્ઠું બોલી રહી છે તે આ રીતે લોકોને ગુમરાહ કરવાનું કામ કરી રહી છે. નીતિન પટેલે વધુમાં જણાવ્યું હતું કે બનાસકાંઠામાં કુલ 1 લાખ 50 હજારથી વધુ ખેડૂતોએ મગફળીનું ઉત્પાદન કર્યું હતું. જેમાંથી કુલ 954 ખેડૂતોએ ટેકાના ભાવે મગફળી વેચી હતી. જેમાં નાફેડે 10 કરોડ રૂપિયા ખેડૂતોને ચૂકવ્યા છે ત્યારે કોંગ્રેસ પાસે આ ૪૦૦ કરોડનો આંકડો ક્યાંથી આવ્યો.

ઉલ્લેખનીય છે કે કોંગ્રેસે ભાભરમાં ખેડૂત સંમેલન કરીને ભાજપ પર આક્ષેપ કર્યો હતો કે બનાસકાંઠામાં મગફળીનું ઉત્પાદન થતું જ નથી ત્યારે રાજસ્થાનનાં ખેડૂતો ગજરાતમાં આવીને વેચી ગયા. કોંગ્રેસે વધુમાં કહ્યું હતું કે સરકાર હવે મગફળી કાંડમાં બરાબર ભીંસમાં મુકાઈ છે ત્યારે તપાસ પંચના નામે બચવાના હવાતિયા મારી રહી છે.