loader

Breaking News


Home > Gujarat > કોંગ્રેસ MLA ડૉ. આશાબેન પટેલે લખ્યો નરેન્દ્ર મોદીને પત્ર, લગાવ્યા ગંભીર આક્ષેપ


Foto

કોંગ્રેસ MLA ડૉ. આશાબેન પટેલે લખ્યો નરેન્દ્ર મોદીને પત્ર, લગાવ્યા ગંભીર આક્ષેપ

June 1, 2018, 11:29 a.m.
      Whatsapp   

માનવમિત્ર, ઊંઝા : ઊંઝાના ધારાસભ્ય ડૉ. આશાબેન પટેલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખીને ગંભીર આક્ષેપ લગાવ્યા હતા. તેઓએ જણાવ્યું હતું ભાજપ સરકારે તેમના ચાર વર્ષ પૂરતા થયાની ઉજવણી ભારે ધામધુમથી કરી હતી જેમાં સરકારી જાહેરાતો અને તાયફાઓ પાછળ પ્રજાની પરસેવાની કમાણી વાપરવામાં આવી હતી.

તેઓએ જણાવ્યું હતું કે નોટબંધી સમયે થયેલ ગોટાળાઓની વિગતો સરકાર કેમ જાહેર કરતી નથી. ભાજપના કેટલા નેતાઓ અને મળતીયાઓ નોટબંધી વખતે લાઈનમાં ઉભા રહ્યાં હતા તેમજ આનાથી કેટલું બ્લેકમની બહાર લાવવામાં મોદી સરકારને સફળતા મળી તેવો સવાલ પણ પૂછ્યો હતો.

ભાજપના શાસનમાં ઘણા બધા ધનકુબેરો દેશની બેંકોની લોન ડુબાડીને વિદેશ ભાગી ગયા જેમાં નરેન્દ્ર મોદીએ કોઈ પ્રતિભાવ પણ નથી આપ્યો તેવું આશાબેન પટેલે જણાવ્યું હતું. આશાબેને નરેન્દ્ર મોદી પર આક્ષેપ લગાવ્યો હતો કે આ ધનકુબેરો પ્રધાનમંત્રી નરેદ્ર મોદીની મીઠી નજર હેઠળ દેશ છોડીને ભાગી ગયા છે. પેટ્રોલ - ડીઝલના ભાવ અંગે તેમણે જણાવ્યું હતું કે વિશ્વમાં ક્રૂડના ભાવ ઘટયા હોવા છતાં ભાજપના શાસનમાં ભાવ વધારાનો અતિરેક થયો છે.

મહિલા સશક્તિકરણની વાત કરનાર નરેન્દ્ર મોદીની સરકારમાં જ ભાજપના નેતાઓ મહિલાઓ સાથેના અત્યાચાર તેમજ બળાત્કારમાં મોખરે છે. રાજ્યમાં થયેલ નલિયા કાંડમાં સાવ બેફિકર રહીને નરેન્દ્ર મોદી ભાજપના નેતાઓને છાવરે છે તેવો આક્ષેપ પણ તેઓએ પત્રમાં કર્યો છે.