loader

Breaking News


Home > Gujarat > ખેડૂત આંદોલનને ઓક્સિજન પૂરો પાડવા કોંગ્રેસના આ MLA ખૂંદી રહ્યા છે સૌરાષ્ટ્રના ગામડાં


Foto

ખેડૂત આંદોલનને ઓક્સિજન પૂરો પાડવા કોંગ્રેસના આ MLA ખૂંદી રહ્યા છે સૌરાષ્ટ્રના ગામડાં

June 7, 2018, 4:48 p.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : દેશભરમાં ભાજપ સરકાર વિરુદ્ધ ખેડૂત આંદોલન શરુ થયું છે ત્યારે ગુજરાત કોંગ્રેસે પણ આંદોલન વેગવંતુ બનાવવા માટે કમર કસી છે. કોંગ્રેસ દ્વારા ખેડૂતોના મુદ્દે વિરોધ પ્રદર્શન અને જેલ ભરો કાર્યક્રમ આપવામાં આવ્યો છે. આ આંદોલનને સફળ બનાવવા માટે ગાંધીનગરના ધારાસભ્ય સી.જે. ચાવડા પણ ગામેગામ વાતાવરણ ઉભું કરી રહ્યા છે.

કોંગ્રેસનાં ધારાસભ્ય ડો. સી.જે. ચાવડા હાલ અમરેલી, જૂનાગઢ, રાજકોટ, પોરબંદર જેવા જિલ્લાઓના ગામડાઓમાં સતત પ્રવાસ કરીને ખેડૂત આંદોલનને સફળ બનાવવા ભારે મહેનત કરી રહ્યા છે. દેશમાં ખેડૂતોને પોષણષમ ભાવ ન મળતાં મહારાષ્ટ્રથી લઈને અને રાજ્યોમાં ખેડૂતોએ શાકભાજીથી લઈને દૂધ જેવી ચીજવસ્તુઓ રોડ ઉપર ઠલવી દીધઈ છે ત્યારે ખેડૂતોના સંપૂર્મ દેવા માફી સહિતના માંગના મુદ્દે ખેડૂતો દ્વારા આવી રહેલાં આંદોલનને વેગ આપવા વિરોધપક્ષનાં નેતા પરેશ ધાનાણીએ આગામી તા.૮,૯,૧૦ જૂને ગામડાથી લઈને ગાંધીનગર સુધી રાજ્યવ્યાપી ધરણાં ઘંટારવ, અને રસ્તા રેકો જેલ ભરો આંદોલન છેડવાનું એલાન કર્યું છે.