loader

Breaking News


Home > National > કોંગ્રેસ આતંકવાદીઓ અને માઓવાદીઓની કટ્ટર વિરોધી : પી. ચિદમ્બરમ


Foto

કોંગ્રેસ આતંકવાદીઓ અને માઓવાદીઓની કટ્ટર વિરોધી : પી. ચિદમ્બરમ

June 23, 2018, 2:35 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી. ચિદમ્બરમેં રાહુલ ગાંધી પર આતંકવાદીઓ અને માઓવાદીઓની વિચારધારા પ્રત્યે સહાનુભૂતિ રાખવાના ભાજપનાં નેતા અરુણ જેટલીનાં આરોપોને નકારી દીધા હતા. ચિદમ્બરમેં જણાવ્યું હતું કે કોંગ્રેસ અઘ્યક્ષ પર આ પ્રકારનાં આરોપ લગાવવા હાસ્યાસ્પદ છે.

ચિદમ્બરમેં જણાવ્યું હતું કે કોંગ્રેસ આતંકવાદીઓ અને માઓવાદીઓની કટ્ટર વિરોધી છે. આ ઘટનાને કોણ ભૂલી શકે છે કે જેમાં માઓવાદી હિંસામાં કોંગ્રેસ પોતાનું સમગ્ર નેતૃત્વ ગુમાવી બેઠી હતી. તમને જણાવી દઈએ કે ૨૬ મે, ૨૦૧૩ નાં રોજ સુકમાંમાં નક્સલીઓએ કોંગ્રેસના નેતાઓના કાફલા પર હુમલો કર્યો હતો જેમાં કોંગ્રેસના ઘણા વરિષ્ઠ નેતાઓ સહીત ૨૭ લોકોના મોત થયા હતા. આ હુમલામાં છતીસગઢ કોંગ્રેસના પૂર્વ અઘ્યક્ષ નંદકુમાર પટેલ, વરિષ્ઠ નેતા વિદ્યાચરણ શુક્લા, મહેન્દ્ર કર્મા સહીત અન્ય નેતાઓ માર્યા ગયા હતા.