loader

Breaking News


Home > Gujarat > ગાંધીનગરમાં કોંગ્રેસ દ્વારા દેશમાં સાંપ્રદાયિક સૌહાર્દ અને શાંતિ માટે એકદિવસીય ઉપવાસ યોજાયા


Foto

ગાંધીનગરમાં કોંગ્રેસ દ્વારા દેશમાં સાંપ્રદાયિક સૌહાર્દ અને શાંતિ માટે એકદિવસીય ઉપવાસ યોજાયા

April 9, 2018, 11:48 a.m.
      Whatsapp   

માનવમિત્ર, ગાંધીનગર : કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે કેન્દ્ર સરકારની નિષ્ફળતાઓ તેમજ સંસદની કાર્યવાહી ઠપ્પ થઇ તેના વિરોધમાં પોતાની પાર્ટીનાં રાષ્ટ્રવ્યાપી ધરણાને લઈને આજે રાજઘાટ પર થનારા પ્રદર્શનનું નેતૃત્વ કરશે. કોંગ્રેસ કાર્યકર્તાઓ ભાજપ વિરુદ્ધ તેમજ સમગ્ર દેશમાં સાંપ્રદાયિક સૌહાર્દ અને શાંતિનું વાતાવરણ વધારવા માટે દરેક રાજ્ય અને જીલ્લા મથકોમાં એક દિવસનાં ધરણા કરશે.

આ ધરણાને અનુલક્ષીને આજરોજ ગુજરાત કોંગ્રેસ દ્વારા સમગ્ર રાજ્યના મુખ્ય શહેરો અને જિલા મથકોએ એક દિવસનાં ઉપવાસનો કાર્યક્રમ યોજ્યો હતો. ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી, સેક્ટર - ૬ ખાતે જીલ્લા પ્રમુખ સુર્યસિંહ ડાભીના નેતૃત્વ હેઠળ અનશનનો કાર્યક્રમ યોજાયો હતો.