loader

Breaking News


Home > Gujarat > પ્રજાના પ્રશ્નોને વાચા આપવા કોંગ્રેસ મેદાનમાં, પરેશ ધાનાણીએ લોકસરકારની કરી જાહેરાત


Foto

પ્રજાના પ્રશ્નોને વાચા આપવા કોંગ્રેસ મેદાનમાં, પરેશ ધાનાણીએ લોકસરકારની કરી જાહેરાત

June 27, 2018, 10:17 a.m.
      Whatsapp   

માનવમિત્ર, ગાંધીનગર : રાજ્યમાં છેલ્લા ૨૨ વર્ષથી ભાજપનાં શાસનમાં પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે ત્યારે જનતાની વેદનાનબે વાચા આપવા માટે વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ લોકસરકારની જાહેરાત કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે લોક્સરકાર એટલે લોકો માટે ચાલતી સરકાર.

આ લોક્સરકાર પ્રજાના પ્રશ્નોને વાચા આપીને સરકાર સુધી પહોંચાડશે તેમ ધાનાણીએ જણાવ્યું હતું. લોક્સરકારમાં વિરોધપક્ષનાં નેતા પરેશ ધાનાણી મુખ્યમંત્રી બન્યાં છે તેમજ ગુજરાતને ઝોન વાઈઝ વહેંચી દઈને તેના અલગ અલગ ઇન્ચાર્જ અને કો - ઇન્ચાર્જ બનાવવામાં આવ્યાં છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે સામાન્ય લોકો પાસે સરકારના અલગ-અલગ વિભાગાની ફરિયાદ ક્યાં કરવી તેની કોઈ જાણકારી નથી. પોતાની સમસ્યાની કયા વિભાગને રજૂઆત કે ફરિયાદ કરવી તેની પૂરતી સમજ નથી. પરિણામે સામાન્ય માણસ સરકારી વિભાગો વચ્ચે આંટાફેરા કરવા મજબુર બની ગયો છે. લોકોએ ચૂંટેલી પોતાની કહેવાતી સરકારના બહેરા કાને પ્રજાની સમસ્યા અથડાતી નથી. સરકાર પ્રજાના પ્રશ્નો બાબતે અસંવેદનશીલ બની ગઈ છે. પ્રજાનો અવાજ બુલંદ થવાને બદલે દબાવાઈ રહ્યો છે. આમ કોંગ્રેસે હવે લોકસરકારનાં માધ્યમથી જનતા સુધી પહોંચવાનો નિર્ધાર કર્યો છે.