loader

Breaking News


Home > Gujarat > સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીઓને લઈને કોંગ્રેસે પુરજોશમાં તૈયારી આદરી


Foto

સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીઓને લઈને કોંગ્રેસે પુરજોશમાં તૈયારી આદરી

Jan. 25, 2018, 3:04 p.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની યોજાનારી ચુંટણીઓ જીતવા માટે તૈયારી શરુ કરી દીધી છે જેના અનુસંધાનમાં રણનીતિ ઘડવા માટે તારીખ ૨૭ - ૨૮ જાન્યુઆરીએ પાલનપુર, નડિયાદ અને મહેસાણાનાં સ્થાનિક કોંગ્રેસી આગેવાનો સાથે બેઠક યોજવામાં આવશે. બેઠકમાં ચુંટણી લડવા ઈચ્છુક ઉમેદવારોની પેનલ તેમજ ચૂટણીના મુદ્દાઓ, પ્રચાર - પ્રસાર વગેરે બાબતોમાં ચર્ચા કરવામાં આવશે. આ પ્રથમ તબક્કાની બેઠકોનો દોર પૂરો થયા બાદ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતનાં આગેવાનો સાથે પણ મુલાકાત યોજવામાં આવશે.

રાજ્યમાં આગામી ફેબ્રુઆરી માસમાં ૭૫ નગરપાલિકાઓ તેમજ બનાસકાંઠા અને ખેડા જીલ્લા પંચાયતની ચુંટણીઓ યોજાવવાની છે.હાલ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં 75 પૈકી 13 નગરપાલિકા કોંગ્રેસ હસ્તક છે બંને જિલ્લા પંચાયત હાલ ભાજપ હસ્તક છે 17 પૈકી 5 તાલુકા પંચાયત કોંગ્રેસ હસ્તક તેમજ ૧૨ ભાજપ હસ્તક છે. લોકસભાની ચુંટણી પહેલાં આ સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીઓ મહત્વની ગણાવાઈ રહી છે ત્યારે કોંગ્રેસ દ્વારા તેની પુરજોશમાં તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. ઉત્તર ગુજરાતની બેઠક ૨૭ તારીખે મહેસાણા અને પાલનપુરમાં યોજાશે જયારે મધ્ય ગુજરાતની બેઠક ૨૮ જાન્યુઆરીનાં રોજ નડિયાદ ખાતે યોજાવાની છે.