loader

Breaking News


Home > National > NRC મુદ્દે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ બોલાવી CWC ની બેઠક


Foto

NRC મુદ્દે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ બોલાવી CWC ની બેઠક

Aug. 2, 2018, 10:05 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : આસામના રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર (એનઆરસી) ના અંતિમ મુસદ્દામાં 40 લાખ લોકોના નામો સામેલ નહિ હોવાનાં તેમ અન્ય મુદ્દે ચર્ચા કરવા માટે ગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ કોંગ્રેસ વર્કિંગ કમિટી ની બેઠક બોલાવી છે. 15 દિવસની અંદર બીજી વખત સીડબ્લ્યુસીની બેઠકમાં આર્થિક પરિસ્થિતિ અને વર્તમાન રાજકીય પરિસ્થિતિ અંગે ચર્ચા થશે.

NRC મુદ્દે કોંગ્રેસ મુશ્કેલીમાં મુકાઈ શકે છે. કોંગ્રેસનાં એક વરિષ્ઠ નેતાએ જણાવ્યું હતું કે ભાજપ જે રીતે NRC ને ચુંટણીમાં લાભ માટે ઉપયોગ કરી રહી છે તેના કારણે પાર્ટી પર દબાણ વધી રહ્યું છે. પક્ષનાં એક નેતાએ જણાવ્યું હતું કે તૃણમૂલ કોંગ્રેસ અધ્યક્ષ મમતા બેનર્જી સહીત અન્ય વિપક્ષી પાર્ટીઓએ પણ NRC મુદ્દે આક્રમક વલણ અપનાવી શકે છે પરંતુ કોંગ્રેસની ચિંતા વધી શકે છે કેમ કે ભાજપ તેને ધાર્મિક ધ્રુવીકરણ માટે ઉપયોગ કરશે.