loader

Breaking News


Home > National > રાફેલ મુદ્દે ખોટા ડેટા રજુ કરી રહ્યાં છે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી : નિર્મલા સિતારમણ


Foto

રાફેલ મુદ્દે ખોટા ડેટા રજુ કરી રહ્યાં છે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી : નિર્મલા સિતારમણ

Nov. 3, 2018, 11:51 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : ફ્રાંસ સાથે થયેલ રાફેલ વિમાન સોદાને લઈને સરકાર અને મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસ વચ્ચે વાર પલટવાર સતત ચાલુ છે. કેન્દ્રીય રક્ષામંત્રી નિર્મલા સિતારમને રાફેલને લઈને કોઇમ્બતુરમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર નિશાન તાક્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે રાહુલ ગાંધી રાફેલ મામલે ભ્રમિત છે અને તેઓ રાફેલને લઈને ખોટા ડેટા રજૂ કરી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે રાફેલ ડીલને લઈને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મોદી સરકાર પર આકરા પ્રહાર કરતાં જણાવ્યું હતું કે રાફેલ બનાવવાવાળી કંપની દૌસૌ એવિએશનના સીઈઓએ કહયું હતું કે અનિલ અંબાણીની કંપનીને ઓફસેટ પાર્ટનર એટલા માટે બનાવ્યા કેમ કે તેમની પાસે જમીન હતી. કોંગ્રેસ અધ્યક્ષે આરોપ લગાવ્યો હતો કે દૌસૌએ 284 કરોડ રૂપિયા આપ્યા અને અંબાણીની કંપનીએ જમીન ખરીદી. રાહુલે નિશાન તાકતા કહ્યું હતું કે દૌસૌ ફક્ત મોદીને બચાવી રહી છે અને તપાસ થશે તો મોદી નહિ ટકી શકે.