loader

Breaking News


Home > National > કૈલાશ માનસરોવર યાત્રા બાદ હવે દુબઇ જશે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી


Foto

કૈલાશ માનસરોવર યાત્રા બાદ હવે દુબઇ જશે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી

Sept. 8, 2018, 3:19 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી કૈલાશ માનસરોવરની પોતાની ધાર્મિક યાત્રા પુરી કર્યા બાદ આ વર્ષે યોજાનારા વિધાનસભા ચૂંટણી પ્રચારમાં જોડાશે। પ્રચાર દરમિયાન જ રાહુલ ગાંધી બેદિવસીય મિડલ ઇસ્ટ દેશોનાં પ્રવાસે પણ જશે. સૂત્રોના જણાવ્યાં મુજબ રાહુલ ગાંધી અગાઉ મિડલ ઇસ્ટની મુલાકાત દરમિયાન બહેરીન ગયા હતા પરંતુ ત્યારે સંયુક્ત આરબ અમીરાત નહોતા જઈ શક્યા એટલા માટે રાહુલ ગાંધીના પ્રવાસનું કેન્દ્ર દુબઇ રહેશે.

હકીકતમાં દુબઇમાં 34 લાખ જેટલાં મૂળ ભારતીયો રહે છે જેમનાં ઘણા સબંધીઓ ભારતમાં રહે છે જેને કારણે આ રૂપરેખા તૈયાર કરવામાં આવી રહી છે. રાહુલ ગાંધીની આ મુલાકાત ઓક્ટોમ્બર માસનાં છેલ્લા અઠવાડિયામાં યોજાઈ શકે છે. કોંગ્રેસ અધ્યક્ષ બાકીની વિદેશયાત્રાઓની જેમ અહીં પણ પોતાનો સ્પષ્ટ મત રજૂ કરશે.