loader

Breaking News


Home > Gujarat > ખેડૂત દેવામાફી અને હાર્દિક મુદ્દે કોંગ્રેસનું આજે ઉપવાસ આંદોલન, મુખ્યમંત્રીને કરી રજુઆત


Foto

ખેડૂત દેવામાફી અને હાર્દિક મુદ્દે કોંગ્રેસનું આજે ઉપવાસ આંદોલન, મુખ્યમંત્રીને કરી રજુઆત

Sept. 7, 2018, 10:46 a.m.
      Whatsapp   

માનવમિત્ર, ગાંધીનગર : વિપક્ષના નેતા પરેશ ધાનાણીની આગેવાનીમાં કોંગ્રેસના પ્રતિનિધિમંડળે મુખ્યમંત્રી વિજય રૂપાણીની મુલાકત લીધી હતી. કોંગ્રેસે જણાવ્યું હતું કે રાજયમાં કૃષિ બજેટમાં ઘટાડો અને કૃષિ સબસીડીમાં સતત કાપ, કૃષિ યોજનાઓની અમલવારીમાં લાપરવાહી, કૃષિ ઉપજ પર કરવેરા, ખેતીના ઓજારો ઉપર કરવેરા, સસ્‍તા અને પુરતા ધિરાણનો અભાવ, સિંચાઈ માટે પાણીની નહીંવત સુવિધા, પાક વિમાના નામે ખાનગી કંપનીઓને લાભો, કૃષિ ઉપજના પોષણક્ષમ ભાવનો અભાવ, સસ્‍તી-પુરતી અને નિયમિત વિજળીની તંગી, કૃષિ પાકોને રોઝ-ભુંડથી રંજાડ અને અન્‍ય પ્રશ્નોના કારણે ખેતીલાયક જમીન અને ખેડૂતોની સંખ્‍યામાં સતત ઘટી રહી છે.

વધુમાં કોંગ્રેસે કહ્યું હતું કે દેવાના બોજ નીચે દબાયેલા ખેડૂતો વ્‍યાંજકવાદીઓનો ભોગ બનીને જમીન માફીયાઓની જાળમાં ફસાતા આત્‍મહત્‍યાના માર્ગે આગળ વધવા મજબુર બન્‍યા હોવા છતાં ખેડૂતોની સમસ્‍યાઓનો ઉકેલ આવતો નથી. માટે ‘‘જગતના તાતના કલ્‍યાણ માટે અન્ન દાતાનો દિકરો શ્રી હાર્દિક પટેલ ૧૩ દિવસથી રાજયના ખેડૂતોના દેવા માફ કરવાની માંગ સાથે આમરણાંત ઉપવાસ કરી રહયો છે ત્‍યારે ખેડૂતોના સંર્પૂંણ દેવા માફ કરવામાં આવે'', કૃષિ બજેટ અને કૃષિ સબસીડીમાં વધારો કરવામાં આવે, વયોવૃદ્ધ ખેડૂતોને પેન્‍શન આપવામાં આવે, સરળતાથી વગર વ્‍યાજનું ધિરાણ આપવામાં આવે, રોઝ-ભુંડના ત્રાસથી ખેતી બચાવવામાં આવે તેવી માંગ પણ કરાઈ હતી.

આ ઉપરાંત સેટેલાઈટ જમીન માપણી રદ કરવામાં આવે, કૃષિ ઓજારોને કરવેરા મુકત કરવામાં આવે, પાક વિમાનું ખાનગીકરણ બંધ કરવામાં આવે, સસ્‍તી-પુરતી અને નિયમિત વિજળી આપવામાં આવે, સિંચાઈનું પાણી ખેડૂતોના ખેતરે પહોંચાડવામાં આવે, કૃષિ પાકના પોષણક્ષમ ભાવો આપવામાં આવે, કૃષિ ઉત્‍પાાદન ઉપરથી તમામ કરવેરા નાબુદ કરવામાં આવે, સિમાંત અને નાના ખેડૂતોનો બીપીએલ યાદીમાં સમાવેશ કરવામાં આવે, મગફળીકાંડની ઉચ્‍ચ ન્‍યાયપાલિકાના સીટીંગ જજના નેતૃત્‍વ હેઠળ ન્‍યાયિક તપાસ આપવામાં આવે તે મુદ્દે આવેદનપત્ર પણ આપ્યું હતું.