loader

Breaking News


Home > National > કર્ણાટકમાં કોંગ્રેસનું ટ્રેલર ત્રણ રાજ્યોમાં પિક્ચર બદલશે


Foto

કર્ણાટકમાં કોંગ્રેસનું ટ્રેલર ત્રણ રાજ્યોમાં પિક્ચર બદલશે

May 19, 2018, 5:15 p.m.
      Whatsapp   

માનવમિત્ર, દિલ્હી : કર્ણાટકમાં હાઈપ્રોફાઈલ રાજકીય કાવાદાવાઓનો અંત આવ્યો છે અને હવે કોંગ્રેસ - જેડીએસ સંયુક્ત રીતે સરકાર બનાવશે. કર્ણાટકમાં કોંગ્રેસે ભારે સક્રિયતા દાખવીને ભાજપને સબક શીખવાડ્યો છે જે હવે ત્રણ રાજ્યોમાં પણ ભારે પડશે.

સૌથી મોટા પક્ષ તરીકે કોંગ્રેસ હવે ગોવા, મણીપુર અને મિઝોરમમાં સરકાર બનાવવા માટે દાવો કરશે તેમજ જો સફળ થશે તો લોકસભા ચુંટણી પહેલાં ભાજપને મોટો ફટકો પડશે. ગોવામાં કોંગ્રેસે સરકાર રચવા માટે રાજ્યપાલને પત્ર આપી દીધો છે જયારે બિહારમાં પણ રાજદનાં નેતા તેજસ્વી યાદવે સૌથી મોટી પાર્ટી તરીકે સરકાર રચવા રાજ્યપાલને સમર્થન પત્ર પાઠવી દીધો છે. આમ હવે કર્ણાટકનું રીઝલ્ટ કોંગ્રેસ માટે પોઝીટીવ આવતાં કોંગ્રેસ હવે ભાજપને સમગ્ર પિક્ચર બતાવવાનાં મૂડમાં હોય તેમ લાગી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે બિહારના રાજ્યપાલને પણ આ મુદ્દે વિચારણા કરવા કહેવામાં આવ્યું છે. કર્ણાટકમાં રાજ્યપાલે સૌથી મોટી પાર્ટીને સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યા બાદ રાજકીય પક્ષોમાં આક્ષેપબાજીનો દોર શરૂ થયો છે. ગોવામાં કોંગ્રેસ પણ સભ્યોની પરેડ કરાવશે તેમ તેજસ્વી યાદવે જણાવ્યું હતું.