loader

Breaking News


Home > Gujarat > કોંગ્રેસ આક્રમક બની, આવતીકાલે કરશે ગાંધીનગરમાં વિધાનસભા ઘેરાવ


Foto

કોંગ્રેસ આક્રમક બની, આવતીકાલે કરશે ગાંધીનગરમાં વિધાનસભા ઘેરાવ

Sept. 17, 2018, 10:15 a.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની ગુજરાત યાત્રા પહેલા પ્રદેશ કોંગ્રેસ ખુદને મજબૂત અને એકજુટ બતાવવા માટે 18 સપ્ટેમ્બરે ગુજરાત વિધાનસભાનો ઘરાવ કરશે. પાટીદારો ઉપરાંત ખેડૂતોની દેવામાફી, યુવાનો માટે રોજગાર તેમજ મગફળી કૌભાંડ જેવા મુદ્દાઓને લઈને કોંગ્રેસ આ પ્રદર્શન કરશે.

ગુજરાત કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું હતું જે પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતા હાર્દિક પટેલ વિસ દિવસ સુધી આમરણ અનશન પાર રહ્યા પરંતુ સરકારે તેમની સાથે ચર્ચા કરવી પણ ઉચિત સમજી નહોતી કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ઓક્ટોમ્બરમાં ગુજરાતથી ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરશે ત્યારબાદ કોંગ્રેસ લોકસભા ચૂંટણીની તૈયારી માટે રાજ્યવ્યાપી અભિયાન ચલાવશે.

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર 18 થી 20 સપ્ટેમ્બર સુધી યોજાશે। કોંગ્રેસ 18 તારીખે ગાંધીનગરમાં વિધાનસભાનો ઘેરાવ કરશે. તેમાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, વિપક્ષના નેતા પરેશ ધાનાણી તેમજ ગુજરાત પ્રભારી રાજીવ સાતવ સામેલ થશે.