loader

Breaking News


Home > Gujarat > ગુજરાતમાં પ્રોજેક્ટ શક્તિની મદદથી કાર્યકર્તાઓનો અવાજ બુલંદ કરશે કોંગ્રેસ


Foto

ગુજરાતમાં પ્રોજેક્ટ શક્તિની મદદથી કાર્યકર્તાઓનો અવાજ બુલંદ કરશે કોંગ્રેસ

July 9, 2018, 12:26 p.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : સામાન્ય જનતા તેમજ પાર્ટી કાર્યકર્તાઓ સાથે સીધો સંપર્ક કરીને જમીની હકીકતથી વાકેફ કરવા તેમજ પાર્ટીના નેતાઓ વિશે ફીડબેક પ્રાપ્ત કરવા માટે તૈયાર કરવામાં આવેલ પ્રોજેક્ટ શક્તિનું ગુજરાતમાં પ્રભારી રાજીવ સાતવ, પ્રમુખ અમિત ચાવડા તેમજ વિપક્ષનાં નેતા પરેશ ધાનાણીએ શરૂઆત કરી હતી. કોંગ્રેસ રાજ્યમાં ૨૬ માંથી ૨૫ બેઠકો પર મંથન કરી ચુકી છે. પાર્ટીને રાજ્યમાંથી ૧૦ બેઠકો જીતવાની આશા છે.

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની [પહેલ પર પાર્ટીના ફોરમે કાર્યકર્તાઓની અવાજ બુલંદ કરવા માટે શક્તિ પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે. દિલ્હી, રાજસ્થાન, છતીસગઢ, તેલંગાના બાદ હવે ગુજરાતમાં આ પ્રોજેક્ટ શરુ કરવામાં આવ્યો છે. પ્રભારી રાજીવ સાતવે જણાવ્યું હતું કે રાહુલ ગાંધી કોંગ્રેસ કાર્યકર્તાઓનાં મનની વાત પાર્ટીના મુખ્ય મંચ પર લાવવા માંગે છે જેથી કોંગ્રેસ પાર્ટીના બે - પાંચ નેતાઓની મરજીથી ના ચાલે.