loader

Breaking News


Home > Gujarat > કોંગ્રેસ જોરશોરથી મેદાનમાં ઉતરશે, પરેશની રેસ, અમીતની આંધી આંદોલનને નવો સંચાર કરશે


Foto

કોંગ્રેસ જોરશોરથી મેદાનમાં ઉતરશે, પરેશની રેસ, અમીતની આંધી આંદોલનને નવો સંચાર કરશે

June 7, 2018, 1:25 p.m.
      Whatsapp   

માનવમિત્ર, ગાંધીનગર : દેશમાં ખેડૂતોને પોષણષમ ભાવ ન મળતાં મહારાષ્ટ્રથી લઈને અને રાજ્યોમાં ખેડૂતોએ શાકભાજીથી લઈને દૂધ જેવી ચીજવસ્તુઓ રોડ ઉપર ઠલવી દીધઈ છે ત્યારે ખેડૂતોના સંપૂર્મ દેવા માફી સહિતના માંગના મુદ્દે ખેડૂતો દ્વારા આવી રહેલાં આંદોલનને વેગ આપવા વિરોધપક્ષનાં નેતા પરેશ ધાનાણીએ આગામી તા.૮,૯,૧૦ જૂને ગામડાથી લઈને ગાંધીનગર સુધી રાજ્યવ્યાપી ધરણાં ઘંટારવ, અને રસ્તા રેકો જેલ ભરો આંદોલન છેડવાનું એલાન કર્યું છે. ખેડૂતોને ખેતપેદાશોના દોઢ ગમા ભાવ આપવાનું વચન આપનારી ભાજપ સરકારે કેન્દ્રમા સત્તા મેળવ્યા પછી બિયાંરણ, જંતુનાશક દવા અને ખાતર જેવા ઈનપુટસ શાધનો પર ડીએસટી લાદીને ખેડૂતોની કમર તોડી નાંખી છે. ત્યારે વિરોધપક્ષના નેતા પરેશ ધનાણીએ સરકારને રેસ આપીને કેન્દ્રની ભાજપ સાફ કરોના સુત્ર સાથે કોંગ્રેસ રાજ્યમાં ભરમાં આદોલનને ઉગ્ર બનાવવા તડામાર તૈયારીઓ કરી રહી છે.



ભાજપની અભારે કાર્યકારી શિબિર કડો કે મીટીંગ તે હાલ વડોદરા ખાતે ચાલી રહી છે ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં ૮મી તારીખથી શરૂ થતાં ધરણાં, ૯મીએ થાળી વાટકાથી ઘંટારવ અને ૧૦મીએ રોડ પર ઉતરવાની ચીમકીથી હાલ ભાજપ પણ ચીંતીત છે. ત્યારે આજે ભાજના કોઈ કાર્યકર ખેડૂતોના હિત માટે બોલવાની હિંમત કરતું નથી આજે ગુજરાતમાં ખેડૂતોની સંખ્યમાં તોતીંગ ઘટાડો થઈ રહ્યો છે. તે પણ ચીંતામા છે ત્યારે ધરતીના તાત એવા ખેડૂતને માત કરવાની કોશીષો થશે તો અનાજનું ઉત્પાદન ક્યાંથી થશે તેવું પણ ધાનાણીએ તેમના વક્તવ્યમાં જણાવ્યું છે.

કોંગ્રેસ દ્વારા રોડ પર ઉતરવાની ચીમકીને જો શાશકપક્ષ ગંભીરતાથી નહીં લેતો આ આંદોલન સ્પીડ પકડાય તેવી શક્યતાઓ સુત્રો જાઈ રહ્યા છે. ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતો અનાજ શાકભાજી,નો પુરવઠો ખોરવાશે શહેરીજનોએ ભારે હાલાકીનો સામનો કરવો પડે તેવી ભીતી સર્જાી છે. ભલે ખેડૂતોના મુદ્દે શાશકપક્ષ દ્વારા ગંભીર થવું જાઈએ તેવું પણ ભાજપના એક કાર્યકર દ્વારા જાણવા મળ્યું હતું. ખેડૂતોના મુદ્દે કોંગર્સ લડી લેવાના૪ મુડમાં હોય તેમ પરેશ ધાનાણી ત્રણ કાર્યક્રમોની સરકારને રેપ આપી દીધી છે. તેયારે અમીતની આંધીમાં કોંગ્રેસના કાર્યકરોથી લઈને ખેડૂતો ૧૦ મીએ રોડ, રસ્તા પર તાકાતથી ઉતરે તેવી શક્યતા પણ જાવાઈ રહી છે.

અંડરગ્રાઉન્ડ ખેડૂતોના પ્રશ્ને ભારેલો અગિનિ હોય તેમ ૧૦ તારીખની રાહ ગ્રામ્ય વિસ્તારોમાં જાવાઈ રહી છે ત્યારે શહરોમાં કરતાં ગ્રમ્ય વિસ્તારોમાં પણ આ કાર્યક્રમને સપળ બનાવવાથી લઈને પુરી તાકાતથી મેદાનમાં ઉતરવા અને સરકારનો અહિંસક માર્ગો વિરોધ કરવા તડામાર તૈયારી રૂપે રોજરોજ ખાટલા બેઠકોથી લઈની મીટીંગોનો દોર ચાલી રહ્યો છે. ખેડૂતોને જા સ્પીડ પકડી અને પડશેતો શહેરીજનો ચીજ વસ્તુ, શાકભાજીથી લઈને અનેક પ્રશ્ને સમસ્યાઓ નો સામનો કરવો પડે તેવી ભીતી છે.