loader

Breaking News


Home > Gujarat > કોંગ્રેસ આજે કરશે વિધાનસભા ઘેરાવ, પોલીસનો સજ્જડ બંદોબસ્ત


Foto

કોંગ્રેસ આજે કરશે વિધાનસભા ઘેરાવ, પોલીસનો સજ્જડ બંદોબસ્ત

Sept. 18, 2018, 10:21 a.m.
      Whatsapp   

માનવમિત્ર, ગાંધીનગર : પેટ્રોલ - ડિઝલનાં વધતા ભાવો તથા ખેડૂતોના દેવામાફીના મુદ્દાને લઈને કોંગ્રેસ ફરી એકવાર મેદાને આવી છે. પાર્ટીના યુવા પ્રમુખ અમિત ચાવડા ખુબ જ રણનીતિ પૂર્વક ભાજપને ઘેરી રહ્યા છે. પાટીદાર નેતા હાર્દિક પટેલે ખેડૂતો મુદ્દે અનશન કાર્ય બાદ હવે કોંગ્રેસ પણ પોતાની તાકાત બનાતવશે.

મોંઘવારી તેમજ ખેડૂતોના દેવામાફીના મુદ્દાને લઈને કોંગ્રેસ આજે વિધાનસભાનો ઘરાવ કરશે. પાટીદાર નેતા હાર્દિક પટેલ પણ ખેડૂતોના મુદ્દે 20 દિવસ સુધી ઉપવાસ કરી ચુક્યા છે. કોંગ્રેસના વિધાનસભા ઘેરાવને લઈને ગાંધીનગરમાં સજ્જડ પોલીસ બંદોબસ્ત કરી દેવાયો છે.

ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને વિરોધપક્ષનાં નેતા પરેશ ધાનાણીએ રાજીવ ગાંધી ભવન ખાતે પત્રકારોને જણાવ્યું હતું ગુજરાતમાં શાસક ભાજપ છેલ્લા અઢી દાયકાથી રાજ કરી રહ્યું છે પરંતુ ખેડૂત તેમજ સામાન્ય માણસની સમસ્યા હજુ તેવી જ છે. કોંગ્રેસ સતત ખેડૂતોને સિંચાઈ, દેવામાફી અને તેમની આત્મહત્યાના મુદ્દા ઉઠાવી રહી છે પરંતુ રાજ્ય સરકાર અસંવેદનશીલ થઈને કામ કરી રહી છે.