loader

Breaking News


Home > Gujarat > ભાજપને ટક્કર આપવા કોંગ્રેસ હવે બુથવાદની નીતિથી આગળ વધશે, અમિત ચાવડાએ સંભાળ્યો પદભાર


Foto

ભાજપને ટક્કર આપવા કોંગ્રેસ હવે બુથવાદની નીતિથી આગળ વધશે, અમિત ચાવડાએ સંભાળ્યો પદભાર

April 5, 2018, 10:15 a.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : ગુજરાત પ્રદેશ કોંગ્રેસનાં નવા વરાયેલા પ્રમુખ અમિત ચાવડાએ પોતાનો કાર્યભાર સંભાળ્યો હતો. આ પ્રસંગે ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ, શક્તિસિંહ ગોહિલ, પરેશ ધાનાણી વગેરે નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. સરદાર બાગથી હજારો કાર્યકરો સાથેની રેલી રાજીવ ગાંધી ભવન પહોંચી હતી ત્યાં અમિત ચાવડાએ કાર્યકરોને સંબોધન કર્યું હતું.

અમિત ચાવડાએ જણાવ્યું હતું કે કોંગ્રેસ જુથવાદની નહી પરંતુ બુથવાદની નીતિ આગળ વધારશે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે કોંગ્રેસ પક્ષ લોકપાલ બનીને ભાજપનાં ભ્રષ્ટાચારને ખુલ્લાં પાડશે. કોંગ્રેસનાં નવા પ્રમુખે સંગઠનનાં માળખામાં ધરમૂળથી ફેરફાર કરવાના સંકેત આપ્યા હતા. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે આગામી અઠવાડિયાથી તાલુકા કક્ષાએથી સંગઠનમાં ફેરફાર કરવામાં આવશે ત્યારબાદ ધીમે ધીમે પ્રદેશ માળખામાં પણ ફેરફાર થશે. તેઓએ ભાજપ અને સંઘની વિચારધારાથી દેશને આઝાદી અપાવવાની પણ કોંગ્રેસ કાર્યકરોને હાકલ કરી હતી.

અમિત ચાવડાએ જણાવ્યું હતું કે ૨૦૨૦ માં અમદાવાદનાં મેયર કોંગ્રેસના હશે. કોંગ્રેસ પક્ષ એ વિચારધારા છે જેણે દેશને અંગ્રેજોની ગુલામીથી મુક્ત કરાવ્યો હતો તેમજ દેશ માટે ઘણા બલિદાનો આપેલ છે.