loader

Breaking News


Home > National > કોંગ્રેસ આજે મનાવશે વિશ્વાસઘાત દિવસ, સમગ્ર દેશમાં થશે વિરોધ પ્રદર્શન


Foto

કોંગ્રેસ આજે મનાવશે વિશ્વાસઘાત દિવસ, સમગ્ર દેશમાં થશે વિરોધ પ્રદર્શન

May 26, 2018, 11:11 a.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : મોદી સરકારનાં ચાર વર્ષ પુરા થયા પર કોંગ્રેસ સહીત અન્ય વિપક્ષી પાર્ટીઓ આજે વિશ્વાસઘાત દિવસ મનાવશે. સરકાર પર નિષ્ફળતાનો આરોપ લગાવીને વિપક્ષો દેશભરમાં પ્રદર્શન કરશે. આ અગાઉ કોંગ્રેસ મહાસચિવ અશોક ગેહલોતે જણાવ્યું હતું કે વિરોધ પ્રદર્શનનો વિષય હશે " વિશ્વાસઘાત " અને વિપક્ષ પોતાના વચનો પુરા કરવામાં નિષ્ફળ નીવડેલ ભાજપને ઉજાગર કરશે.

અશોક ગેહલોતે વિશ્વાસઘાત, ચાર સાલો મેં સિર્ફ બાત હી બાત' શીર્ષક વાળા એક પોસ્ટરનું પ્રદર્શન પણ કર્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે જે રીતે કર્ણાટકમાં વિપક્ષી પાર્ટીઓ એકજુથ થઈને ભાજપને હરાવી તેવું દેશમાં પણ થશે અને મોદી સરકારને બેનકાબ કરશે.

વધુમાં ગેહલોતે જણાવ્યું હતું કે દેશમાં સમાજનો દરેક વર્ગ નારાજ છે અને આવી હાલતમાં તે દેશની દરેક પાર્ટીને મજબુર કરશે કે તેઓ એકથઈને મોદી અને ભાજપને હરાવે.