loader

Breaking News


Home > National > કોંગ્રેસ રાજ્યોની આવનારી ચુંટણીઓ પણ જીતશે તેમજ લોકસભા ચુંટણી પણ જીતી બતાવશે : રાહુલ ગાંધી


Foto

કોંગ્રેસ રાજ્યોની આવનારી ચુંટણીઓ પણ જીતશે તેમજ લોકસભા ચુંટણી પણ જીતી બતાવશે : રાહુલ ગાંધી

April 30, 2018, 10:26 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : કોંગ્રેસે આવનારી લોક્સભા ચુંટણીની તૈયારીઓ આદરી દીધી છે જેને અનુલક્ષીને દિલ્હીનાં રામલીલા મેદાનમાં કોંગ્રેસની જનઆક્રોશ રેલી યોજાઈ હતી જેમાં રાહુલ ગાંધી, ડૉ.મનમોહન સિંહ, સોનિયા ગાંધી સહીત કોંગ્રેસી નેતાઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતા.

રેલીમાં સંબોધન કરતાં રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે દેશમાં વધી રહેલ નફરત, બેરોજગારી, હિંસા અને મહિલાઓની સુરક્ષા જેવા મુદ્દે તદ્દન ચુપ છે. વધુમાં તેઓએ કહ્યું હતું કે દેશને આજે ભાજપની નહિ પરંતુ કોંગ્રેસની જરૂર છે અને તેમની પાર્ટી કર્ણાટક, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છતીસગઢની વિધાનસભા ચુંટણી જીતીને બતાવશે સાથે જ લોક્સભા ૨૦૧૯ ની ચુંટણી પણ જીતશે.

બીજી બાજુ ડૉ. મનમોહન સિંહે જણાવ્યું હતું કે ખેડૂતોને જે ટેકાના ભાવનું જે વચન આપવામાં આવ્યું હતું તે પૂરું થઇ શક્યું નથી અને આ સરકાર ખેડૂત વિરોધી છે. તેઓએ જણાવ્યું હતું કે ખેડૂત દેવાના ભાર નીચે દબાતો જાય છે અને દેવાને માફ કરવાની માંગ ઉઠી રહી છે એટલા માટે હવે સમય આવી ગયો છે કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના નેતૃત્વમાં દેશની હાલત બદલવામાં તેમને સાથ આપવામાં આવે.