loader

Breaking News


Home > Gujarat > ગાંધીનગર તાલુકા પંચાયતમાં કારોબારી ચેરમેન પદ કોંગ્રેસે મેળવ્યું


Foto

ગાંધીનગર તાલુકા પંચાયતમાં કારોબારી ચેરમેન પદ કોંગ્રેસે મેળવ્યું

June 15, 2018, 2:24 p.m.
      Whatsapp   

માનવમિત્ર, ગાંધીનગર : ગાંધીનગર તાલુકા પંચાયતમાં આજ રોજ સામાન્ય સભા યોજાઇ હતી, ત્યારે અગાઉ બળવો કરનાર ૬ સભ્યો ઘરવાપસી કરતાં કોંગ્રેસની સભ્ય સંખ્યા ૧૮ અને ૧ અપક્ષ સાથે ૧૯ થઇ ગઇ હતી, આજ રોજ સામાન્ય સભામાં બળવાખોર ૬ સભ્યોએ ટેકો આપીને તાલુકા પંચાયતનું કારોબારીનું પદ, સામાજીક ન્યાય સમિતિનાં ચેરમેન કોંગ્રેસે એક થઇને મેળવી લીધુ છે, ત્યારે ગાંધીનગર સામાન્ય બેઠકોમાં પ્રમુખ પદે ભાજપનાં શોભનાબેન સત્તા ભોગવી રહ્યા છે અને હવે કારોબારીનું ચેરમેન પદ તથા સામાજીક ન્યાય સમિતિનું ચેરમેન પદ હવે કોંગ્રેસ ભોગવશે, ત્યારે ચુંટાયેલા ૩૬ સભ્યોમાંથી કોંગ્રેસનાં ૧૮, ભાજપનાં ૧૫, અપક્ષનાં ૩ ચુંટાયા હતા, ત્યારે ૨૧ ફેબ્રુઆરીનાં રોજ ચુંટણી બાદ મીટીંગમાં કોંગ્રેસનાં ૬ સભ્યો ગેરહાજર રહેતા ભાજપને બગાસુ ખાતા પતાસુ મળી ગયુ હતુ, ત્યારે હાલ પ્રમુખ પદે ભાજપનાં શોભનાબેન આઇ.વાઘેલા છે, ત્યારે બીજી સામાન્ય સભામાં કોંગ્રેસનાં સભ્યો એક થઇ જતાં અને ૧ અપક્ષે ટેકો આપતા સંખ્યા વધી ૧૯ સાથે કોંગ્રેસ કલોલ બાદ ગાંધીનગર તાલુકા પંચાયતમાં સત્તાની મહોર મારી દીધી છે.