loader

Breaking News


Home > Gujarat > પેટ્રોલ, ડીઝલ, મોંઘવારી ભાવ વધારા સામે કોંગ્રેસનું હલ્લાબોલ


Foto

પેટ્રોલ, ડીઝલ, મોંઘવારી ભાવ વધારા સામે કોંગ્રેસનું હલ્લાબોલ

May 26, 2018, 12:04 p.m.
      Whatsapp   

માનવમિત્ર, ગાંધીનગર : દેશમાં મોંઘવારીથી લઇને પેટ્રોલ, ડીઝલનાં ભાવો ભડકે બળી રહ્યા છે અને ગૃહિણીઓનાં બજેટથી લઇને ગેસનાં બાટલામાં પણ કમ્મરતોડ ભાવ વધારા સામે કોંગ્રેસ દ્વારા આખા દેશમાં વિરોધ પ્રદર્શન જરા જમકથી ચાલુ રહ્યુ છે. ત્યારે આ વિરોધ પ્રદર્શનમાં મહિલાઓ, પુરુષો અને કોંગ્રેસનાં કાર્યકરો પણ સ્વયંભૂ જોડાયા છે. આવનારો સમય મોંઘાવારી, પેટ્રોલ, ડીઝલનો ભાવ વધારો મુખ્ય મુદ્દાઓ સાથે કોંગ્રેસ મેદાનમાં જબરજસ્ત રીતે ઉતરશે, કારણ કે – 2014માં કોંગ્રેસની સરકાર હતી ત્યારે જે ગેસનાં બાટલા, પેટ્રોલ, ડીઝલનાં જે ભાવ હતા, તેના કરતા પણ સરકાર દ્વારા પેટ્રોલ, ડીઝલ ઉપર વારંવાર ઉંચા ટેક્સ નાંખીને ભાવ ઘટતા હોવા છતા પ્રજાને આનો ક્યારેય લાભ મળતો નથી, જીએસટી જેવા ટેક્સ નાંખીને સરકાર દ્વારા કરોડોની તિજોરીઓ ભરાઇ રહી છે, ત્યારે જીએસટીમાં પેટ્રોલ, ડીઝલને કેમ લાવવામાં નથી આવતા? તેવો પ્રશ્ન દેશમાં ઉઠી રહ્યો છે.



દેશમાં ભાવ વધારા સામે કોંગ્રેસે તો બ્યુંગલ વગાડ્યું છે અને દેશમાં પણ ધીરે-ધીરે આ મોંઘવારીનો જે માર છે તે પણ હવે પ્રજાને વાગી રહેતા ધીરે-ધીરે બીલ્લી અને સસલા પગે વિરોધનો વંટ્ટોળ આગળ વધી રહ્યો છે. 2014માં ક્રૂડ ઓઇલ 150 ડોલર હતુ ત્યારે પણ પેટ્રોલનો ભાવ આટલો ન હતો અને આજે ક્રૂડ ઓઇલનો અડધાથી પણ નીચે ભાવ જતા હોવા છતા પ્રજાને આનો લાભ મળેલ નથી, ત્યારે હાલની ભાજપ સરકારનાં જે અચ્છે દિનનાં વાયદા હતા તે કડડભુસ થઇ ગયા છે અને હવે પ્રજામાં પણ લોકો સાથે ચર્ચા એવી ચાલી રહી છે કે નહીં ચાહીએ અચ્છે દિન, કોઇ લોટા દે મેરે બિતે હુએ દિન. હવે પ્રજામાં ધીરે-ધીરે જુવાળ ફાટી નીકળ્યો છે. ત્યારે ગાંધીનગર જિલ્લા કોંગ્રેસ દ્વારા આજરોજ ઘ-2 ખાતે કોંગ્રેસ સામે મોંઘવારીનાં ભાવ વધારાનું બ્યુંગલ ફુક્યુ હતુ, ત્યારે આ વિરોધમાં ગાંધીનગર કોંગ્રેસ જિલ્લા પ્રમુખ સુર્યસિંહ ડાભી, ધારાસભ્ય સુરેશ પટેલ(માણસા) પ્રવક્તા નીશીત વ્યાસ, માજી શહેર પ્રમુખ મુકેશ પટેલ, તેજાભાઇ દેસાઇ, યુથ કોંગ્રેસ શહેર પ્રમુખ ભાવેશ દેસાઇ, જિ.પં.નાં શિક્ષણ સમિતિનાં ચેરમેન ગીતાબેન પટેલ, કાઉન્સીલર મીનાબેન વાઘેલા ઉપસ્થિત રહ્યા હતા.