loader

Breaking News


Home > National > અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે સંત સમાજ સંસદથી લઈને સડક સુધી બનાવશે માહોલ


Foto

અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે સંત સમાજ સંસદથી લઈને સડક સુધી બનાવશે માહોલ

Oct. 6, 2018, 12:37 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : અયોધ્યામાં વિવાદિત જમીન પર રામમંદિરનાં નિર્માણને લઈને વિશ્વ હિન્દૂ પરિષદના તેવર ઉગ્ર થઇ રહ્યા છે. આ બાબતે સંત સમાજની સાથે મળી વીએચપીએ પ્લાન તૈયાર કર્યો છે. તેના મુજબ સંત સમાજ રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરશે. બીજી બાજુ સંતોએ રામ મંદિર નિર્માણ પર કેન્દ્ર સરકારથી અધ્યાદેશ લાવવા માટે દબાણ બનાવવાનો નિર્ણય લીધો છે.

શુક્રવારે દિલ્હીમાં વીએચપી તરફથી આયોજિત કરવામાં આવેલ બેઠકમાં દેશભરમાં આવેલ સાધુ - સંતોએ રામ મંદિર નિર્માણ માટે મોદી સરકારને ચાર મહિનાનું અલ્ટીમેટમ આપ્યું છે. સંતોએ સ્પષ્ટ કહ્યું છે કે સરકાર 31 જાન્યુઆરી સુધી રામ મંદિરના નિર્માણનો માર્ગ શોધે. સંતોએ કહ્યું હતું કે 31 જાન્યુઆરી સુધી સરકાર કોઈ નિર્ણય નહિ કરે તો ધર્મ સંસદમાં આગળની રણનીતિ બનાવવામાં આવશે. વિશ્વ હિન્દૂ પરિષદે શુક્રવારે સંતોની સમિતિ સાથે દિલ્હીમાં બેઠક યોજીને રામ મંદિર માટેનો પ્રસ્તાવ પાસ કર્યો હતો.