loader

Breaking News


Home > National > સંપર્ક ફોર સમર્થન : સંજય દત્ત સાથે યોગી આદિત્યનાથે કરી બેઠક


Foto

સંપર્ક ફોર સમર્થન : સંજય દત્ત સાથે યોગી આદિત્યનાથે કરી બેઠક

June 9, 2018, 4:38 p.m.
      Whatsapp   

માનવમિત્ર, લખનૌ : સંપર્ક ફોર સમર્થન અભિયાન અંતર્ગત ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બૉલીવુડ અભિનેતા સંજય દત્ત સાથે મુલાકાત કરી હતી. યોગીએ અભિનેતા સંજય દત્તને મોદી સરકારના ચાર વર્ષ પુરા થવાના અવસર સાથે જોડાયેલ એક પુસ્તક ગિફ્ટ કર્યું હતું. આ સાથે જ બંને વચ્ચે ફિલ્મ જગત, શૂટિંગથી માંડીને અન્ય ઘણા મુદ્દાઓ પર ચર્ચા થઇ હતી.

સંજય દત્તે મુલાકાત દરમિયાન યોગી આદિત્યનાથ પાસે જોનપુર સ્થિત ચીલબીલા ગામ દત્તક લેવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ઉલ્લેખનીય છે કે ચીલબીલા ગામ સંજય દત્તનું મોસાળ છે. સંજય દત્ત હાલ ઉત્તર પ્રદેશના લખનૌમાં છે તે તેની ફિલ્મ પ્રસ્થાનમનું શૂટિંગ કરી રહ્યો છે. સંપર્ક ફોર સમર્થનના ભાગરૂપે ભાજપના નેતાઓ સેલિબ્રિટીઓને મળી રહ્યા છે.