loader

Breaking News


Home > National > સતત બીજા દિવસે વધ્યો પેટ્રોલનો ભાવ, જાણો આજની કિંમત


Foto

સતત બીજા દિવસે વધ્યો પેટ્રોલનો ભાવ, જાણો આજની કિંમત

July 6, 2018, 10:11 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : પેટ્રોલ - ડીઝલની કિંમતોમાં ફરી વધારો થયો છે. સતત બીજા દિવસે પણ પેટ્રોલ - ડીઝલનાં ભાવમાં વધારો થયો હતો. શુક્રવારે પેટ્રોલની કિમતમાં ૧૪ થી ૧૪ પૈસાનો વધારો થયો છે. બીજી બાજુ ડીઝલનો ભાવ ૧૬ થી ૧૮ પૈસા વધી ગયા છે. પેટ્રોલની કિંમતમાં વધારા બાદ દિલ્હીમાં પેટ્રોલનો ભાવ ૭૫.૭૧ રૂપિયે પ્રતિ લિટરે પહોંચી ગયો છે.

મુંબઈમાં પેટ્રોલની કિંમત ૮૩.૨૪ રૂપિયા પ્રતિ લિટર, કોલકાતામાં ૭૮.૫૩ રૂપિયા પ્રતિ લિટર અને ચેન્નાઈમાં તે ૭૮.૭૨ રૂપિયા પ્રતિ લિટર થઇ ગઈ છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે પેટ્રોલની કિંમતોમાં ૩૬ દિવસ બાદ વધારો કરવામાં આવ્યો હતો. ગુરુવારે તેમાં ૧૬ થી ૧૭ પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો. ડીઝલની વાત કરીએ તો તેની કિંમતમાં ૧૦ થી ૧૨ પૈસાનો વધારો થયો હતો.