loader

Breaking News


Home > National > ભાજપનું ઉલટું ગણિત, મોદી સરકારમાં પેટ્રોલના વધતા ભાવ, ઘટતો ગ્રાફ


Foto

ભાજપનું ઉલટું ગણિત, મોદી સરકારમાં પેટ્રોલના વધતા ભાવ, ઘટતો ગ્રાફ

Sept. 10, 2018, 10:24 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : પેટ્રોલ અને ડીઝલનાં વધતા ભાવો પર દેશભરમાં વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. છેલ્લાં ઘણાં દિવસોથી રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવો સતત વધારો થઇ રહ્યો છે એટલા સુધી પેટ્રોલ અને ડીઝલના ભાવ પોતાની મહત્તમ કિંમત સુધી પહોંચી ગયા છે. જો કે ભાજપનું ગણિત આ વધારાને પાછલી સરકારની સરખામણીમાં ઘણી ઓછી બતાવી રહી છે.

ભાજપે દેશભરમાં પેટ્રોલની વધતી કિંમતોને કારણે ચાલી રહેલાં પ્રદર્શન વચ્ચે સોમવારે બે ટ્વિટ કર્યા હતા. આ ટ્વિટ્સ દિલ્હીમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધારાની ટકાવારીના આધારે ગ્રાફ શેયર કર્યો છે.

પેટ્રોલની કિંમતવાળા આ ગ્રાફમાં બતાવવામાં આવ્યું છે કે 16 મે, 2004 ના રોજ દિલ્હીમાં એક લિટર પેટ્રોલની કિંમત 33.71 રૂપિયા હતી જે 16 મેં 2009 માં 20.5 ટકા વધીને 40.62 રૂપિયા થઇ ગઈ. આ રીતે જ 16 મે, 2014 માં તેની કિંમત 75.8 ટકા વધીને 71.41 રૂપિયા પર પહોંચી ગઈ હતી. ત્યારબાદ કેન્દ્રની સત્તા ભાજપના હાથમાં આવી અને તેના કાર્યકાળમાં પેટ્રોલના ભાવમાં 13 ટકાના વધારા સાથે 80.73 રૂપિયે પહોંચી ગયો. જો કે અહીં પેટ્રોલના વધતાં ભાવ સાથે ગ્રાફ વધવો જોઇએ પરંતુ ભાજપના ગણિત મુજબ ઘટતો જાય છે.