loader

Breaking News


Home > National > ભાજપ MLA નું વિવાદાસ્પદ નિવેદન, બળાત્કારની ઘટનાઓ માટે માતાપિતા જ જવાબદાર છે


Foto

ભાજપ MLA નું વિવાદાસ્પદ નિવેદન, બળાત્કારની ઘટનાઓ માટે માતાપિતા જ જવાબદાર છે

May 2, 2018, 2:44 p.m.
      Whatsapp   

માનવમિત્ર, દિલ્હી : મહિલા અને માસુમ બાળકીઓ સામે થઇ રહેલા ગુનાઓને લઇને ચાલી રહેલી ચર્ચામાં કુદી પડીને ઉત્તરપ્રદેશના શાસક ભાજપના ધારાસભ્ય સુરેન્દ્રસિંહે આજે વિવાદાસ્પદ નિવેદન કર્યું હતું. સુરેન્દ્રસિંહે કહ્યું હતું કે, બળાત્કારના વધતા જતાં બનાવો માટે માતા-પિતા જવાબદાર છે. માતા-પિતાએ બાળકોને સ્વતંત્રરીતે ખુલ્લામાં ફરવાની તક આપવી જોઈએ નહીં.

બલિયા જિલ્લામાંથી બલિયાના ધારાસભ્ય સુરેન્દ્રસિંહે અગાઉ પણ અનેક વિવાદાસ્પદ નિવેદન કર્યા છે. અગાઉ પણ તેઓએ વિવાદાસ્પદ નિવેદન કરતા ચર્ચામાં રહ્યા હતા. એ વખતે તેમણે કહ્યું હતું કે, ત્રણ બાળકોની માતા પર કોઇ વ્યક્તિ બળાત્કાર કરી શકે નહીં. મોબાઇલ ફોન બાળકોને ન આપવા માટે પણ સુરેન્દ્રસિંહ નિવેદન કરી ચુક્યા છે.

ભાજપના આ સ્થાનિક ધારાસભ્યએ પત્રકારો સાથે વાતચીત કરતા કહ્યું છે કે, યુવાનોના માતાપિતા બળાત્કારના વધતા જતાં બનાવ માટે જવાબદાર છે. કારણ કે તેઓ તેમના બાળકોની પુરતા પ્રમાણમાં કાળજી લેતા નથી. ૧૫ વર્ષથી ઉપરની વયના બાળકોને બાજનજર હેઠળ રાખવા જાઇએ. તેમના બાળકોની કાળજી લેવી તમામ માતા-પિતાની જવાબદારી છે. આના બદલે બાળકો સ્વતંત્રરીતે ફરતા રહે છે. સામાજિક દૂષણ માટે આ મુખ્ય કારણ છે. બાળકોને સંપૂર્ણ સ્વતંત્રતા આપવી જોઈએ નહીં.