loader

Breaking News


Home > National > ભાજપા એમએલએનું વિવાદિત નિવેદન, કહ્યુ અધિકારીઓ કરતા વૈશ્યાઓ સારી


Foto

ભાજપા એમએલએનું વિવાદિત નિવેદન, કહ્યુ અધિકારીઓ કરતા વૈશ્યાઓ સારી

June 6, 2018, 11:39 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : ભાજપ નેતાઓનાં એક પછી એક વિવાદિત નિવેદનથી પાર્ટીમાં ખડભડાહટ મચી ઉઠી છે. ઉત્તર પ્રદેશથી ભાજપનાં એમએલએ સુરેંન્દ્ર સિંહ ફરી એક વિવાદમાં ફસાયા છે. પોતાના બડબોલા સ્વભાવનાં કારણે તે પહેલા પણ વિવાદોમાં રહ્યા છે. પરંતુ હવે તેમને હદ વટાવતા અધિકારીઓ વિરુદ્ધ એક મોટુ નિવેદન આપ્યુ છે. તેમણે કહ્યુ કે, અધિકારીઓ અને કર્મચારીઓ કરતા વૈશ્યાઓ સારી છે.



સુરેંન્દ્ર સિંહે અધિકારીઓ અને કર્મચારીઓ પર સીધો આરોપ લગાવતા કહ્યુ છે કે, અધિકારીઓ અને કર્મચારીઓ કરતા વૈશ્યાઓ સારી હોય છે, જે પૈસા લઇને નાચવા તૈયારી થઇ જતી હોય છે. પરંતુ તેની તુલનામાં અધિકારીઓ અને કર્મચારીઓ પૈસા લઇને પણ કામ કરતા નથી. વિવાદોથી ભરાયેલા આ નિવેદન બાદ પણ એમએલએ સુરેંન્દ્ર સિંહે આ વાતને ટાળવાની જગ્યાએ વધુમાં કહ્યુ કે, જો કોઇ અધિકારી કે કર્મચારી તમારી પાસે લાંચ માંગે તો તેને ઘૂસો મારો અને જો તે ત્યારે પણ ન માને તો તેને જૂતાથી મારો. આ પહેલા પણ સુરેંન્દ્ર સિંહે ઉન્નાવ રેપ કેસમાં આરોપી ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગરનો બચાવ કરતા કહ્યુ હતુ કે, કોઇ ત્રણ બાળકોની માતા સાથે રેપ કેવી રીતે કરી શકે છે, આ સંભવ જ નથી, આ કુલદીપ સિંહ વિરુદ્ધ ષળયંત્ર રચવામાં આવી રહ્યુ છે.