loader

Breaking News


Home > Gujarat > ભાજપ સાંસદનું વિવાદિત નિવેદન, ગુજરાતમાં દારું વગર ચૂંટણી ના જીતી શકો


Foto

ભાજપ સાંસદનું વિવાદિત નિવેદન, ગુજરાતમાં દારું વગર ચૂંટણી ના જીતી શકો

Sept. 28, 2018, 2:04 p.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : ભાજપના સાંસદ પ્રભાતસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે દારું વગર ચૂંટણી જીતવી અઘરી છે. પ્રભાતસિંહ ચૌહાણ આદિવાસી બહુમતી વિસ્તાર ધરાવતાં પંચમહાલનાં સાંસદ છે. તેઓ ઘણી વખત વિવાદિત નિવેદનો આપીને ચર્ચામાં રહયા છે. ગઈ વિધાનસભા ચૂંટણીમાં પુત્રવધૂને ટિકિટ આપવાનો વિરોધ કરીને પોતાની ચોથી પત્નીને ટિકિટ આપવાની ભાજપ પાસે માંગ કરીને તેઓ ખુબ ચર્ચામાં રહયા હતા.

સાંસદ પ્રભાતસિંહ ચૌહાણે કહ્યું હતું કે ગુજરાતમાં દારૂ વગર કોઈપણ ચૂંટણી જીતી શકાતી નથી. તેઓએ દાવો કર્યો હતો કે આવનારાં 15 વર્ષ સુધી તે જ ભાજપ તરફથી પંચમહાલમાં લોકસભા ચૂંટણી લડશે. સાંસદ પ્રભાતસિંહ ચૌહાણે પંચમહાલમાં ગુરુવારે આયોજિત કાર્યકર્તા સંમેલનમાં આ વિવાદિત નિવેદન આપ્યું હતું. જો કે મીડિયાએ આ નિવેદન અંગે પૂછતાં તેઓએ જણાવ્યું હતું કે મારે આવું નહોતું કહેવું જોઈતું હતું.