loader

Breaking News


Home > National > આઝમ ખાનને કોર્ટનું સમન, ભારતીય સેના પર આપ્યું હતુ વિવાદિત નિવેદન


Foto

આઝમ ખાનને કોર્ટનું સમન, ભારતીય સેના પર આપ્યું હતુ વિવાદિત નિવેદન

Sept. 10, 2018, 10:55 a.m.
      Whatsapp   

માનવમિત્ર, રામપુર : પૂર્વ કેબિનેટ મંત્રી આઝમ ખાન દ્વારા સેના પર વિવાદિત નિવેદન આપવા મુદ્દે કોર્ટે સમન બહાર પાડ્યું છે. કોર્ટે આઝમ ખાનને 28 સપ્ટેમ્બરનાં રોજ હાજર થવા કહ્યુ છે. આઝમ ખાન વિરુદ્ધ ભાજપનાં નેતા આકાશ સક્સેના હનીએ કેસ નોંધાવ્યો છે.



આઝમ ખાન ફરી એકવાર વિવાદમાં આવ્યા છે. તેમણે સપા કાર્યાલય પર કાર્યકર્તાઓની બેઠક બોલાવી હતી. જ્યા તેમની જીભ લપસી જતા તેમણે સેના પર વિવાદિત નિવેદન આપ્યું હતુ. જેને લઇને ભાજપાએ વિરોધ નોધાવ્યો હતો. ભાજપાએ માંગ કરી છે કે આઝમ ખાન પર જલ્દી જ કોઇ કાર્યવાહી કરવામાં આવે. ભાજપ નેતા આકાશ સક્સેના હનીએ એફઆઇઆરમાં કહ્યુ છે કે દેશની સુરક્ષા કરી રહેલા સેના જવાનો પર આજમ ખાનનું નિવેદન અમર્યાદિત અને નિંદનીય છે. તેમણે કહ્યુ કે, આપણા દેશનાં સૈનિકોનાં કારણે આપણો દેશ અને આપણે સુરક્ષિત છે. ભાજપ નેતાએ આઝમ ખાન સખત કાર્યવાહી કરવાની માંગ કરી છે. એફઆરઆઇ નોંધ કર્યા બાદ પોલીસે આઝામ ખાનનાં નિવેદનની સીજીને ફોરેન્સિંક તપાસ માટે આગરા મોકલી હતી. જેમા આઝમ ખાનનાં અવાઝની પુષ્ટિ થઇ ગઇ છે. ત્યાર બાદ પોલીસે કોર્ટમાં ચાર્જસીટ દાખલ કરી હતી.