loader

Breaking News


Home > National > સુશીલ કુમારનાં અપરાધીઓ પરના નિવેદનથી વિવાદ, તેજસ્વીએ કર્યા આકરા પ્રહાર


Foto

સુશીલ કુમારનાં અપરાધીઓ પરના નિવેદનથી વિવાદ, તેજસ્વીએ કર્યા આકરા પ્રહાર

Sept. 26, 2018, 12:38 p.m.
      Whatsapp   

માનવમિત્ર, પટણા : બિહારના ઉપમુખ્યમંત્રી સુશીલ કુમાર મોદી દ્વારા પિતૃપક્ષમાં ગુના નહીં કરવાના આગ્રહને લઈને વિપક્ષ સરકાર પર નિશાન તાકી રહ્યો છે ત્યારે સત્તા પક્ષ સુશીલ મોદીના પક્ષમાં ઉતરીને સફાઈ આપી રહ્યો છે. સુશીલ મોદીએ બે દિવસ અગાઉ હાથ જોડીને અપરાધીઓને પિતૃપક્ષ દરમિયાન ગુનો નહિ કરવા માટે આજીજી કરી હતી જેનો વિડિઓ પણ ઘણો વાઇરલ થઇ રહ્યો છે.

જો કે નિવેદન બાદ પૂર્વ ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવે મંગળવારે આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે થોડા દિવસ બાદ  ઉપમુખ્યમંત્રી  અપરાધીઓના પગમાં પડીને શાંતિનું નિવેદન કરશે. તેજસ્વીએ ટ્વિટ કરતાં જણાવ્યું હતું કે ખુલાસા અને દિલાસા માસ્ટરની કુખ્યાત જોડી ડરનાં કારણે થોડા દિવસોમાં ગુનાખોરોના પગ પકડે તો પણ આશ્ચર્ય નહીં થાય કેમ કે બિહાર પોલીસ કરતા વધુ એકે - 47 અપરાધીઓ પાસે છે.