loader

Breaking News


Home > Gujarat > ચકચારભર્યા બીટકોઇન કેસમાં અંતે કોટડિયાની ધરપકડ કરાઇ


Foto

ચકચારભર્યા બીટકોઇન કેસમાં અંતે કોટડિયાની ધરપકડ કરાઇ

Sept. 10, 2018, 4:20 p.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : રાજયભરમાં ભારે ખળભળાટ મચાવનાર બીટકોઈન કૌભાંડમાં છેલ્લા ઘણા સમયથી નાસતા ફરતાં પૂર્વ ધારાસભ્ય નલિન કોટડીયાની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આજે મહારાષ્ટ્રના ધૂલિયામાં અમ્લનેરથી ધરપકડ કરી લેતાં ભારે ચકચાર મચી ગઇ છે. પૂર્વ ધારાસભ્ય અને ભાજપના નેતા એવા કોટડિયાની ધરપકડ થતાં રાજકારણમાં પણ તેની ભારે ચર્ચા શરૂ થઇ હતી. બીટકોઇન કેસમાં છેલ્લા ઘણા સમયથી નાસતા ફરતા નલિન કોટડિયા વિદેશ ભાગી જાય તેવી દહેશત સીઆઈડી ક્રાઈમે વ્યક્ત કરી હોવાથી કોટડીયા સામે લુક આઉટ નોટિસ પણ જારી કરવામાં આવી હતી. જા કે, નલિન કોટડિયાની ધરપકડ થતાં શહેર ક્રાઇમબ્રાંચને બીટકોઇન કેસમાં મહત્વની સફળતા મળી છે અને હવે બીટકોઇન કૌભાંડમાં ચોંકાવનારી વિગતો ખુલવાની શકયતા છે.

ચકચારભર્યા બીટકોઇન કૌભાંડમાં નાસતા ફરતા નલિન કોટડીયાએ છેલ્લે ૪થો પત્ર લખ્યો હતો જેમાં તેમણે લખ્યું હતું કે, જો મને અથવા તો મારા પરિવારને કંઈ થશે તો તેની જવાબદારી શૈલેષ ભટ્ટની રહેશે. આ સિવાય આ પત્રમાં ૨૪૦ કરોડના કૌભાંડમાં કેટલાક રાજકીય નેતાઓ હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. કોટડિયાએ ઉલ્લેખ કર્યો હતો કે, સમય આવશે ત્યારે રાજકીય નેતાઓના નામ પણ આપીશ. તેમજ જો આટલા પુરાવા અને સાબિતીઓ હોવા છતાં જો તપાસ નહીં થાય તો હું અને મારો પરિવાર ન્યાય માટે ઉપવાસ પર ઉતરીશ.